દાહોદમાંથી પસાર થતી બે શતાબ્દી સુપરફાસ્ટ ટે્રનને સ્ટોપેજ ફાળવાતા મુસાફરોમાં આનંદ

દાહોદ,
પશ્રિમ રેલ્વેના રતલામ મંડળથી પસાર થતી અને કોરોના કાળ પહેલા દાહોદ ખાતે ઉભી રહેતી બે સુપરફાસ્ટ ટે્રનોના રેલ્વે તંત્ર દ્વારા પુન: સ્ટોપેજ ફાળવવામાં આવતા દાહોદવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. કોરોના કાળમાં બંધ પડેલી અન્ય કેટલીક સુપરફાસ્ટ તેમજ આ વિસ્તારના નાના તેમજ મઘ્યમ વર્ગ માટે લાઈફલાઈન ગણાતી પેસેન્જર ટે્રનો હજુ સુધી ચાલુ ન થતાં દાહોદ વાસીઓ તેમજ વેપારી વર્ગમાં એક પ્રકારનો વસવસો પણ લાગી રહ્યુ છે.

દાહોદ-ઇન્દોૈર રેલમાર્ગના કારણે જંકશનની શ્રેણીમાં સામેલ થવા જઈ રહ્યુ છે. કોરોના કાળ પહેલા રતલામ મંડળથી પસાર થતી ટે્રનો પૈકી 60 થી પણ વધુ ટે્રનો દાહોદ ખાતે રોકાણ કરતી હતી. કોરોના મહામારીમાં મેટ્રો સદંતર બંધ થવા પામી હતી. પરિસ્થિતિ સામાન્ય થતાં સમયાંતરે વિવિધ રૂટની ટે્રનો પુન: શરૂ કરાઈ છે. લગભગ 90 કરતા વધારે રૂટની ટે્રનો રાબેતા મુજબ શરૂ થઈ ચુકી છે. દાહોદ સ્ટેશન ઉપર રોકાણ કરતી ટે્રનો પૈકી મોટાભાગની સુપરફાસ્ટ ટે્રનોના સ્ટોપેજ ચાલુ ન રહેતા પ્રજાજનોમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો. આ બાબતે જાગૃત નાગરિકો અને સંબંધિતોની સક્રિયાના કારણે વારંવારની રજુઆત પછી ધીમેધીમે દાહોદ ખાતે સુપરફાસ્ટ ટે્રનોના સ્ટોપેજ શરૂ થવા પામ્યા છે. હજુ પણ દાહોદથી પસાર થતી અને અગાઉના સમયમાં સ્ટોપેજ ધરાવતી ટે્રનો પુન: પહેલાથી માફક જ અહિંયા રોકાણ કરે તેવી જબરદસ્ત લાગણી અને માંગણી ઉભી થવા પામી છે. ટે્રનો પૈકીના ટે્રન નં.19053/54 સુરત-મુજફફરપુર તેમજ ટે્રન નંબર 15667/68 ગાંધીધામ-કામાખ્યા સુપરફાસ્ટ ટે્રનને દાહોદ ખાતે સ્ટોપેજના રેલ્વે તંત્ર દ્વારા મંજુરી મળતા હવેથી આ ઉપરોકત આ બંને ટે્રનો દાહોદ ખાતે નિયત સમય સારણી મુજબ રોકાણ કરશે. દાહોદ સહિત રાજસ્થાન તેમજ મઘ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં વસવાટ કરતા લાખો લોકો માટે વાણિજય તેમજ આરોગ્ય હેતુ માટે લાઈફલાઈન ગણાતી અને આ વિસ્તારની મહત્વપુર્ણ ગણાતી દાહોદ-વડોદરા, આણંદ-દાહોદ, તેમજ વલસાડ ઈન્ટરસિટી જેવી પેસેન્જર ટે્રનો લાંબા સમયથી બંધ રહેવા પામતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.