દાહોદ,
બજારો પણ ઠંડીને લઈ મોડા ખુલ્યા.
ઉત્તર પૂર્વ તરફથી 10-12 કિલોમીટરની ઝડપે પવન ફુકાવાની સાખથે તાપમાનનો પારો બહારથી 13 ડીગ્રીએ પહોંચતા તીવ્ર ઠંડીના સપાટાથી દાહોદવાસીઓ ઠંઠવાયા હતા. તેમાંયે સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો ચમકારો તીવ્ર થતા મોટાભાગના લોકાએ બારી બારણા બંધ કરી ઘરમાં રહેવાનું મુનાસીબ માન્યું હતું. જેના કારણે શહેરના સ્ટેશન રોડ ને બાદ કરતા શહેરના મોટા ભાગના માર્ગો મોડી સાંજ પછી સુમસામ જોવા મળ્યા હતા. કાતીલ ઠંડીને કારણે શહેરના બજારો પણ સવારે મોડા ખુલ્યા હતા અને ઠંડીના ચમકારા વચ્ચે ગરમ વસ્ત્રો ના ઢગલા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હિમવર્ષા થતા સમગ્ર ઉત્તર ભારતમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. તેની સીધી અસર દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી જોવા મળી હતી. છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીનો ચમકારો વધતા શહેરના બજારમાં ગરમ વસ્તુઓની દુકાનમાં પણ ભારે તડકો જોવલા મળ્યો હતો. ગરમ વસ્ત્રોના નેપાળી બજારમાં પણ ગરમ વસ્ત્રોની સારી એવી ઘરાકી રહેવા પામી હતી. જ્યારે ગરમ વસ્તુઓની ખરીદી માટે મધ્યમ વર્ગઆઊને ગરીબ વર્ગના લોકોનો પોસાય તે માટે ગરમ વસ્તુઓનું સસ્તા ભાવે ધુમ વેચાણ થાય છે. તેવા દાહોદના સ્ટેશન રોડ પર મંડાતા ગરમ વસ્ત્રોનાં ઢગલા બજારમાં સસ્તા ભાવે ગરમ વસ્ત્રો ખરીદવા માટે સામન્ય વર્ગના લોકોની સવારથી મોડી સાંજ સુધી ભારે ભીડ જોવા મળી હતી. તીવ્ર ઠંડીના કારણે કાતીલ ઠંડીથી રક્ષણ મેળવવા માટે સવારે અને રાત્રે ઠેરઠેર તાપણા કરી ઢાઢ ઉડાડતા લોકો જોવા મળી રહ્યા છે. આવી કાતીલ ઠંડીમાં ફુટપાથ પર તેમજ ઝુપડપટ્ટીમાં રહેતા લોકોની હાલત અત્યંત કફોડી બની છે તો સાથે સાથે મુંગા પશુઓી હાલત પણ અત્યંત દયનીય બની છે. જ્યારે અબાલ વૃદ્ધ સૌને કાતીલ ઠંડી ને ાકરણે સ્વેટર, કોટ, જાકીટ ટોપી જેવા ગરમ વસ્ત્રોમાં રહેવાની ફરજ પડી હતી. જ્યારે વધતી ઠંડીનો સાથે સાથે મોર્નીંગ વોકમાં નિકળનારા લોકોની સંખ્યામાં પણ વઘારો જોવા મળી રહ્યો છે. આગામી બે ત્રણ દિવસ આવી ઠંડી યથાવત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.