દાહોદમાં રાત્રીના સમયે મેધરાજાએ પુન: ધમાકેદાર એન્ટ્રી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

દાહોદ જીલ્લામાં ગતરોજ રાત્રીના સમયથી મેઘરાજાએ પુન: ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમાં સંજેલી તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસતાં સંજેલીમાં ઠેર ઠેર વરસાદી પાણી છવાઈ ગયાં હતા તો બીજી તરફ દાહોદ, ઝાલોદ, લીમડી, ફતેપુરા વિગેરે જેવા વિસ્તારોમાં પણ મોડી રાત્રે તેમજ વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

દાહોદ જીલ્લામાં મેઘરાજાએ બે,ત્રણ દિવસ વિરામ લેતાં પુન: એકવાર ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં હતાં. ત્યારે ગતરોજ રાત્રીન સમયે દાહોદ જીલ્લામાં વીજળીના કડાકા, ધડાકા સાથે પુન: મેઘરાજાની ધમાકેદાર બેન્ટીંગને પગલે સર્વત્ર પાણી પાણી જોવા મળ્યાં હતા. ત્યારે દાહોદ, ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી વિગેરે જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં સંજેલીમાં ભારે વરસાદને પગલે તમામ સ્થળો વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.

રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે દાહોદ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતાં વાતાવારણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમી તેમજ બફારાથી રાહત મળી હતી. સૌથી વધુ વરસાદ લીમખેડા તાલુકામાં 50 મીમી વરસાદ પડ્યો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ 02 મીમી ગરબાડા તાલુકામાં પડ્યો હતો.

વરસાદના આંકડા નીચે મુજબ છે…

તાલુકો વરસાદ મીમીમાં

ફતેપુરા 38 મીમી

ઝાલોદ 41 મીમી

લીમખેડા 50 મીમી

દાહોદ 14 મીમી

ગરબાડા 02 મીમી

દેવગઢ બારીઆ 28 મીમી

ધાનપુર 12 મીમી

સંજેલી 12 મીમી

સીંગવડ 40 મીમી