દાહોદમાં સિંધી સમાજના 32 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

દાહોદ, દાહોદ શહેરમાં આજરોજ એક સિંધી સમાજના આશાસ્પદ એવા 32 વર્ષિય યુવકનું હાર્ટ એકેટથી મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે સમગ્ર સિંધી સમાજ સહિત શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી નાની ઉંમર તેમજ ખાસ કરીને યુવાવસ્થાના યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા ખુબજ જોવા મળી રહી છે અને જેને પગલે યુવાસ્થામાંજ હાર્ટ એટેકથી ગુજરાતભરમાં ઘણા યુવાનોના મોતના સમાચાર પ્રસિધ્ધ થઈ રહ્યાં છે. ત્યારે આજરોજ દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં રહેતાં એક સિંધી સમાજના આશાસ્પદ એક 32 વર્ષિય યુવકને અચાનક ચક્કર આવતાં બેભાન થઈ ગયાં હતાં. પરિવારજનો દ્વારા યુવાનને તાત્કાલિક નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હતા. ત્યાં હોસ્પિટલના તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ગમનીની છવાઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. યુવાનના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ.