
દાહોદ,રામલલ્લા નગર ભ્રમણ પર… પ્રભુ શ્રી રામની લગભગ 500 વર્ષ બાદ અયોધ્યા નિજ મંદિરમાં પ્રતિષ્ઠા પછી પ્રથમ રામનવમી પર્વ આવી રહ્યું છે. ત્યારે સમગ્ર ભારત વર્ષમાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ શહેરમાં પણ એનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવો ઉત્સાહ રામનવમીના પાવન પર્વ પર રંગે ચંગે 2017ના વર્ષ થી શ્રી રામયાત્રા કાઢતા સંસ્કાર સોશ્યલ ગ્રુપ, રાજસ્થાન પંચાયત ટ્રસ્ટ અને રામયાત્રા આયોજન સમિતિમાં પણ જોવાઈ રહ્યો છે, તેઓ દ્વારા નગર શણગારવાનું કાર્ય પ્રારંભ કરી દેવાયું છે. રામનવમીના પર્વ પર નીકળનારી રામયાત્રા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખુબજ ધૂમ ધામ પૂર્વક નીકળે તેના આયોજન માટે શહેરના સનાતન સમાજના પ્રમુખ, ગણેશ મંડળ, નવરાત્રી મંડળ, સમસ્ત હિન્દુ સંગઠનોના મુખ્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં એક અગત્યની બેઠકનું આયોજન રાજરાજેશ્ર્વર મહાદેવ મંદિર (રામજી મંદિર), રાજસ્થાન પંચાયત ભવન ઠક્કર ફળીયામાં કરવામાં આવ્યું. જેમાં આવનારી રામયાત્રા 17 એપ્રિલ 2024 બુધવારના રોજ રામનવમી મહાપર્વના દિવસે બપોરે 12 કલાકે ઠક્કર ફળીયા રામજી મંદિરમાં ભગવાન શ્રીરામની આરતી પછી બપોરે 3:30 કલાકે નીજ મંદિર થી સ્વામી વિવેકાનંદ સર્કલ, ચાર થાંબલા, સરસ્વતી સર્કલ, ભગવાન બિરસામુંડા સર્કલ થી પરત રેલવે સ્ટેશન રોડ થઈ નીજ મંદિરે પરત થવા રામલલ્લા નગર ભ્રમણ પર રામયાત્રા સ્વરૂપે નિકળનાર છે. ત્યારે સમસ્ત નગરજનો વીશાળ સંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે ઢોલ બેન્ડ બાજા સાથે પ્રભુ શ્રીરામજીના જીવન ચરિત્ર રામાયણના પાત્રોની ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, વિશેષ આજના યુગમાં ભાઈ-ભાઈ વચ્ચે પ્રેમ બની રહે એવો મેસેજ પ્રસારિત કરતી ઝાંખી એવી પ્રભુ શ્રીરામ વનવાસમાં ગયા, ત્યારે ભાઈ ભરત દ્વારા સિંહાસન પર પ્રભુ શ્રીરામની ચરણ પાદુકા (ખડાઉં) મૂકી ભગવાન શ્રીરામના વનવાસ સમય દરમ્યાન રાજ કરવામાં આવ્યું હતું. એવી ભાઈ – ભાઈનો એનેરો સ્નેહ સમર્પણ દર્શાવતી ઝાંખી નગરવાસીઓને જોવા મળશે. અન્ય વિવિધ સ્વરૂપની ઝાંખી આકર્ષણ ઉભું કરશે. શોભાયાત્રાના સમાપન પર સ્ટેશન રોડ સમસ્ત વેપારી મંડળ, રેલવે સ્ટેશનરોડ, ગણેશ મંડળ તેમજ સાથ સહકાર આપનારા સમસ્ત મિત્રો દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી રામયાત્રા સેવા સમિતિ ધ્વારા સમસ્ત નગરવાસીઓને રામયાત્રામાં જોડાઈ ધર્મ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.