દાહોદ, દાહોદમાં રખડતાં કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. જેમાં એકજ દિવસમાં 20 કરતા વધારે લોકોને કૂતરાએ બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તો દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં હોવાનું જાણવા મળેલ છે.
દાહોદના એલ.આઇ.સી. અને પોલીસ રોડના મેન ગેટ પર રખડતાં કૂતરાઓએ એકજ દિવસમાં 20 કરતાં વધારે લોકોને બચકા ભર્યા હતા. ગતરોજ એક પરિવાર ચાલતો જતો હતો ત્યારે બાળકી ઉપર કૂતરાએ કર્યો હતો. હુમલામાં બાળકીને બચાવવા બાળકીના પિતા આગળ આવતા એમને પણ ગંભીર રીતે કૂતરાએ બચકો ભરીને ઈજાગ્રસ્ત કર્યા હતાં. કૂતરાએ પિતા અને પુત્રી બંન્નેને ડાબા હાથે બાચકો ભર્યા હતાં. ત્યારે લગભગ 20 કરતાં વધુ વ્યક્તિઓને આવા રખડતા કુતરાએ બચકા ભર્યા હતાં. કૂતરાનો શિકાર બનેલા ઈજાગ્રસ્તોએ દાહોદની ઝાયડસ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી.