- પાલીકા દ્વારા પટ્ટા દોરવાની કામગીરી ન કરતા વાહન ચાલકો પાતાનું વાહન ક્યા પાર્ક કરે તેને લઈને અસમંજસતા.
દાહોદ,
દાહોદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરવામાં આવતાં વાહનોને ટોઈંગ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ દાહોદ શહેરમાં પાર્કિંગની અવ્યવસ્થાના કારણે વાહન ચાલકોને પણ વાહન ક્યાં પાર્ક કરવું તેની મુંઝવણ સતાવી રહી અને બીજી તરફ વાહન ચાલકો રસ્તાની સાઈડમાં વાહન પાર્ક કરી ખરીદી કરવા જતા ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનોને પણ ટોઈંગ કરી લઈ જતાં વાહન ચાલકોમાં ભારે આક્રોશ ફેલાવા પામ્યાં છે. ત્યારે બીજી તરફ શહેરમાં સાકડા રસ્તાઓ તેમજ નગર પાલીકાના શોપિંગ સેન્ટરોમાં પાર્કીગની સુવીધા ઉપલબ્ધ ન હોવાથી પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતીએ નિર્માણ લીધું છે.
પાલીકા દ્વારા રસ્તાઓ પર પર્કીગ માટે પટ્ટા દોરવાની કામગીરી ન કરતા વાહન ચાલકો પણ પોતાનું વાહન ક્યા પાર્ક કરવુ તે અંગે અસમંજસતા અનુભવી રહ્યા છે દાહોદ શહેરમાં સૌથી મોટી સમસ્યાએ ટ્રાફિકની છે. ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા સીગ્નલ પણ ચાલુ કરી દેવામાં આવ્યાં છે તેની સાથે સાથે આડેધડ પાર્ક કરાતાં વાહનોને ટોઈંગ કરી વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ શહેરમાં પાર્કિંગના અભાવે લોકો મુંઝવણમાં મુકાયા છે. વાહનો પાર્ક કરવા માટે દાહોદ શહેરમાં સુવ્યવસ્થ પાર્કિંગની વ્યવસ્થા પણ નથી જેને પગલે વાહન ચાલકોને રસ્તાની સાઈડમાં ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરવાની ફરજ પડી રહી છે ત્યારે કોઈ વાહન માલિક દ્વારા જો રસ્તાની સાઈડમાં આવેલ વાઈટ પટ્ટાની બહાર થોડુ પણ પોતાનું વાહન પાર્ક કરી દે તો ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનોને પણ ટોઈંગ કરી વાહન ચાલક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને પગલે વાહન માલિકોમાં ભારે આક્રોશ ફેલાવા પામ્યો છે. દાહોદ શહેરમાં પાર્કિંગની સુવિધા પુરી પાડવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઆમાં ઉઠવા પામી છે.