દાહોદમાં પંચમહાલ જીલ્લા ઓનલાઈન શોપીંગ કુરીયર કંપની નોકરી લાલચ આપી 1.90 લાખની ફ્રોડ ટોળકી ત્રણ ઈસમો સાયબર ક્રાઈમ ઝડપ્યા

દાહોદ,દાહોદ થા ગોધરા, પંચમહાલ જીલ્લામાં ઓનલાઈ શોપીંગ નામની કુરીયર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી 50થી વધુ લોકો સાથે રૂા.1,90,200નો ફ્રોડ કરનાર આરોપી ટોળકીના ત્રણ ઈસમોને સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ દ્વારા ઝડપી પાડી ત્રણેય ઈસમોને જેલના સળીયા પાછળ ધકેલી દીંધાનું જાણવા મળે છે.

દાહોદ તથા ગોધરા, પંચમહાલ જીલ્લામાં ઓનલાઈન શોપીંગ નામની કુરીયર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી માણસોને કુરીયર કંપનીમાં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી અપાવવાની લાલચ આપી ડિપોઝીટ પેટે રૂપીયા 3,500 ભરાવી લોકો સાથે છેતરપીંડી કરતાં આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિવિધ અરજીઓ આવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો જેમાં પોલીસને જાણવા મળ્યું કે, છેલ્લા પાંચ માસથી દાહોદ તથા ગોધરા-પંચમહાલ જીલ્લામાં લોકોને કુરીયર કંપનીમાં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી અપાવવાનો એમ.ઓ. વાપરી લોકો સાથે ફ્રોડ કરતાં અમિતભાઈ નટુભાઈ પ્રજાપતી (રહે. રાધાકૃષ્ણ સોસાયટી, ભુરાવાવ, તા.ગોધરા, જી.દાહોદ), પ્રિન્સકુમાર મહેશભાઈ બારોટ (રહે. લીમખેડા, શાસ્ત્રીચોક, દાહોદ રોડ, તા.લીમખેડા, જી.દાહોદ) અને અરવિંદભાઈ સબુરભાઈ ભુરીયા (રહે. અંબા, બોર ફળિયા, તા. લીમખેડા, જી.દાહોદ) નાઓની પોલીસે વડોદરાના જુદા જુદા વિસ્તારોમાંથી આ ત્રમેય ઈસમોની અટકાયત કરી હતી. વધુમાં જણવા મળ્યાં અનુસાર, આ ઝડપાયેલ ત્રણેય ઈસમો ફેસબુક ઉપરથી લોકોના મોબાઈલ નંબર મેળવી તેઓને નોકરીની લાલચ આપી ઓનલાઈન નાણાંન ટ્રાન્ફર કરાવતાં હતાં.

આમ, સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ દ્વારા ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.