દાહોદમાં નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબામાં મન મૂકી ઝુમ્યા

દાહોદ,દાહોદ શહેરમાં નવરાત્રી પર્વમાં ખેલૈયાઓએ ગરબામાં મન મૂકીને ઝૂમ્યા હતા. શહેરના તમામ ગરબા મંડળોમાં મોડી રાત્રી થી લઈ વહેલી સવાર સુધી ખેલૈયાઓની ભારે જોવા મળી હતી અને ખેલૈયાઓ ગરબા ના તાલે મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી ઝૂમ્યા હતા. બીજા દિવસે દશેરા પર્વની ઉજવણી કરવા દાહોદ શહેરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદ શહેરના પરેલ વિસ્તાર, ગોદી રોડ તેમજ ગોવિંદ નગર સહિત કેટલાક વિસ્તારોમાં રાવણ દહન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.

દાહોદ શહેરના દેસાઈવાડ, ગોવિંદ નગર, ગોદી રોડ, પરેલ સાત રસ્તા, શાંતિ કુંજ સોસાયટી, રામાનંદ પાર્ક ગરબા મંડળોમાં નવરાત્રીના પ્રથમ દિવસથી જ ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળતી હતી. મોડી રાત્રે થી વહેલી સવાર સુધી ખેલૈયાઓ ગરબે ઝુમ્યા હતા. ત્યારે બીજી તરફ દાહોદ શહેરના દેસાઈવાડ ખાતે ગરબામાં ખેલૈયાઓ ચપ્પલ વગર ગરબા રમતા જોવા મળ્યા હતા. ગરબા મંડળોની સાથે સાથે શેરી ગરબાઓમાં પણ ઘર ખેલૈયાઓએ મન મૂકીને ઝૂમ્યા હતા. મોટા ગરબા મંડળોની સાથે સાથે શેરી ગરબા એ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જણાવ્યું હતું. નવરાત્રી નો આજે છેલ્લો દિવસ હોય છેલ્લા દિવસે નવરાત્રિમાં મન મૂકીને ગરબે રમવા માટે ખેલૈયાઓ સુસજજ બની ગયા છે. ત્યારે બીજી તરફ નવરાત્રીના અંતિમ દિવસ બાદ બીજા દિવસે દશેરા ઉપર પણ હોય દશેરા પર્વની પણ દાહોદ શહેરવાસીઓ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટે સુસજજ બન્યા છે. દાહોદ શહેરમાં ફરસાણના વેપારીઓ દ્વારા આપણા જલેબી બનાવવાની પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે દાહોદ શહેરમાં દશેરા પર્વના દિવસે ફરસાણના વેપારીઓ દ્વારા આપણા અને જલેબીનું ધૂમ વેચાણ થનાર હોવાનું પણ કહેવાય રહ્યું છે. ત્યારે ફાફડા જલેબી ની મિજબાણી ની સાથે સાથે રાતના સમયે દાહોદ શહેરના પરેલ વિસ્તાર, ગોદી રોડ તેમજ ગોવિંદ નગર ખાતે રાવણ દહનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.