દાહોદમાં નવા સત્રનુ શૈક્ષણિક કાર્ય શરૂ થતાં શાળાઓમાં કલરવ જોવા મળ્યો

દાહોદ, નવા્ શૈક્ષણિક સત્રને લઇને પ્રથમ દિવસે દાહોદ શહેર સહિત જિલ્લાની શાળાઓમાં બાળકોનો કલરવ જોવા મળ્યો હતો ત્યારે બીજી તરફ અત્યાર સુધી ગરમીનો પ્રકોપ ચાલુ છે તેવા સમયે શૈક્ષણિક કાર્ય શરૂં થતાં શાળાઓમાં બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી પરંતુ સરકારના નિયમો પ્રમાણે જેમ બાળકોને ઘરેથી શાળાએ તેમજ શાળાએથી ઘરે લઈ જવા માટે ખાનગી રીક્ષા ચાલકો તેમજ સ્કુલ બસોમાં મર્યાદિત સંખ્યામા બાળકોને બેસાડવાના નિયમોને દાહોદ જિલ્લાના ખાનગી વાહનો તેમજ સ્કુલ બસ સરકારના નિયમોને ઘોળીને પી જતાં જોવા મળી રહ્યાં છે. ખાનગી વાહન ચાલકો તેમજ સ્કુલ બસ સામે દાહોદ જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસ તેમજ સંલગ્ન તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ભુતકાળમાં મોટી દુર્ઘટના ટળે તેમ છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉનાળુ વેકેશન પુર્ણ થતાં ગતરોજથી શૈક્ષણિક કાર્ય શરૂ થતાં શાળાઓમાં બાળકોનો કલરવ સાંભળવા મળ્યો હતો. તો બીજી તરફ હાલ પણ ગરમીનો પ્રકોપ ચાલુ હોવાને કારણે શાળાઓમાં બાળકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. વાલીઓ પોતાના બાળકોને ગરમીના કારણે અત્યાર મોકલવાનું ટાળી રહ્યાં છે ત્યારે ગરમીની ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા વેકેશન લંબાવવાની માંગણી ફણ વાલીઓ કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરીને ખુબ જ જોખમકારક રીતે બાળકોને શાળાએ મુકવા જતા સ્કૂલ વાહન ચાલકો સામે દાહોદ જિલ્લા પોલીસે કડકપણે કાર્યવાહી કરવી હિતાવહ્ છે. સરકારી નિયમોનો ભંગ કરતા સ્કુલ વાહનોને પોલિસ તંત્રે ડિટેઇન કરવામાં આવે તે જરૂરી છે. જ્યારે કેટલાક વાહનોને સ્થળ પર જ દંડ પણ કર્યો છે. દાહોદ સહીત સમગ્ર જિલ્લામાં સ્કૂલ વાહનોની બોલબાલા છે. ઘણા સ્કૂલના સંચાલકો પણ દૂરથી સ્કૂલના બાળકોને લાવવા લઈ જવા માટે પોતાના વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તો વળી ઘણા લોકો પોતાના વાહનો સ્કૂલના બાળકો માટે ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ આવા વાહન ચાલકો પ્રથમ દિવસે જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોવાનું ઠેકઠેકાણે જોવા મળેલ છે. સ્કૂલ વાહનના નામે ઉપયોગમાં લેવાતાં વાહનો જેવાકે રીક્ષા, પીયાગો, ઈકો ગાડી, મારુતિ વાન સહિતના મોટાભાગના વાહનોમાં પેસેન્જરની ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવે છે. જેના કારણે નાના નાના બાળકોને પોતાના અભ્યાસ માટે જોખમકારક મુસાફરી કરવી પડે છે. વાહનચાલકો ઘેટા બકરાની જેમ રીક્ષા કે વાનમાં બેસાડીને બાળકોને સ્કૂલમાં મુકવા અને પરત લાવવા લઈ જાય છે. આવા બાળકોની સલામતી માટે દાહોદ જિલ્લા પોલીસે શાળા શરૂ થતાની સાથે જ જિલ્લામાં ઠેકઠેકાણે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે તે રૂરી છે અને સ્કૂલ વાહનમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડનાર તથા પ્રાઇવેટ વાહનો હોવા છતાં નિયમનો ભંગ કરી સ્કૂલમાં વાન ફેરવતા વાહન ચાલકોના સ્કૂલ વાહનો ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોય તેને ડીટેઈન કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વાલીઓમાં ઉઠવા પામી છે. દાહોદ જિલ્લામાં સ્કૂલ વાનમાં ફરતા વાહનોમાં ઘણા વાહનો પ્રાઇવેટ પાર્સિંગના વાહનો છે. નિયમ એવો છે કે જે વાહનો ટેક્સી પાર્સિંગમાં નોંધાયા હોય તેવા વાહનોને જ સ્કૂલવાનમાં ફેરવી શકાય છે. આમ છતાં આવા વાહનો જોવા મળે છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરીને આવા વાહન ચાલકો સામે ખુબ કડકપણે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ વાલીઓમાં ઉઠવા પામી છે. બીજી તરફ દાહોદ શહેર સહિત જિલ્લાની શાળાઓના સંચાલકો દ્વારા પોતાની શાળાના વાહનોમાં પણ બાળકોને ઘેંટા બકરાની જેમ ભરી પસાર થતાં હોય છે ત્યારે શાળા સંચાલકો દ્વારા પણ બાળકોના હિતને ધ્યાનમાં રાખી સરકારના નિયમો પ્રમાણે પોતાના સ્કુલ વાહનોમાં બાળકોને બેસાડવામાં આવે તે જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ મામલે ધ્યાને આપે તે અત્યંત આવશ્યક છે.