
દાહોદ, દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ દર્શાવી આ મામલે દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, આ નકલી જમીન એનએ કૌંભાંડમાં ભાજપના નેતાઓ હોવાના આક્ષેપો સાથે તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દાહોદમાં ખેતીની જમીનોને બિન ખેતીમાં ફેરવી ગરીબ ખેડુતોની જમીનોને બારોબાર પચાવી પાડવાનું મસમોટુ કૌંભાંડ બહાર આવવા પામ્યું છે. જેમાં એક્શનમાં આવેલ દાહોદ પોલીસ દ્વારા દાહોદ બી ડિવીઝન અને એ ડિવીઝનમાં અલગ અલગ ફરિયાદો નોંધી કેટલાંક ભુમાફિયાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ત્યારે આજરોજ દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મામલે દાહોદ જીલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, દાહોદમાં કોટી રીતે જમીન એનએન કરી ગરીબોની જમીન ભુ માફિયાઓ દ્વારા રાતોરાત પચાવી પાડવાનું કૌંભાંડ બહાર આવ્યું છે જેમાં આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ આ મસમોટા કૌંભાંડમાં ભાજપના નેતાઓની પણ સંડોવણી હોવાથી તે દિશામાં પણ તટષ્ઠ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી દાહોદ જીલ્લ કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું.