દાહોદમાં નકલી એન.એ.હુકમ પ્રકરણમાં શૈશવની પરીખની પુન: ધરપકડ

દાહોદ શહેરમાં નગરાળા અને રળિયાતીની જમીનોના બારોબાર નકલી એન.એ હુકમ બનાવીને જમીનની બિનખેતીની સિટી સર્વેમાં નોંધ પડાવી સરકારને પ્રિમીયમનુ નુકસાન કરવાના પ્રકરણમાં બે જુદી જુદી ફરિયાદો પૈકીની નગરાળા વાળી જમીનમાં પોલીસે જમીન માલિક ઝકરીયા ટેલર અને નકલી એન.એ.હુકમ બનાવનાર શૈશવ પરીખના અ ગાઉ ટુકડે-ટુકડો પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ બંનેને કોર્ટના હુકમના આધારે જયુડિ.કસ્ટડીમાં ખસેડી દેવામાં આવ્યા હતા. આ બંને જમીનમાં નકલી એન.એ.હુકમ બનાવવામાં શૈશવ પરીખનુ નામ હતુ ત્યારે રળિયાતી સંગાવાળી જમીનના માલિક હારૂન પટેલના પણ સાત દિવસના રિમાન્ડ પુર્ણ થયા બાદ તેમને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે રળિયાતી સાંગાની જમીનના પ્રકરણમાં શૈશવની ધરપકડ બાકી હોવાના કારણે પોલીસે કોર્ટના હુકમના આધાર શૈશવ પરીખની ધરપકડ કરી છે.