દાહોદમાં નકલી કચેરી બાદ હવે ખેતી લાયક જમીનમાં નકલી TDO નો હુકમ સામે આવતા કલેક્ટરે જમીન સરકારશ્રી કરવા હુકમ કર્યો

  • 73અઅ ના નિયંત્રનો ભંગ કરાયો.
  • બિનખેતીની કાયદેસરતા મામલે રજુઆત કરાઈ હતી.
  • ખેતી લાયક જમીનમાં મકાનો પણ બનાવી દેવાયા.

દાહોદમાં ભુમાફિયાઓનું કારસ્તાન બહાર આવ્યું,નકલીની બોલ બાલા વચ્ચે નકલી ઝઉઘ નો હુકમ રજુ કરી ખેતી લાયક જમીનને બીન ખેતી તરીકે ઉપજાવી કાઢી,જમીન સરકારી પડતરે લેવા કલેક્ટરનો હુકમ.

ગુજરાતમાં નકલી મામલાઓએ ચકચાર મચાવી રાખી છે જેમાં દાહોદમાંથી નકલી સરકારી કચેરીઓ અસ્તિત્વમાં આવ્યા બાદ સમગ્ર મામલે ભાંડા ફોડ થયો હતો ત્યારે હવે ખેતી લાયક જમીનમાં બીન ખેતીની નોંધ પડી ગઈ અને તાલુકા વિકાસ અધિકારીનો નકલી હુકમ રજુ કરાતા ચકચાર મચી જવા પામી છે.

દાહોદ શહેરમાં આવેલી રેવન્યુ સર્વે 963/1 અને 963/2 વાળી જમીન મૂળ આદિવાસીઓની અને 73અઅ નિયંત્રણ વાળી હતી આ જમીન મામલે કલેક્ટર કચેરીમાં 73અઅ નો ભંગ બીન ખેતીની કાયદેસરતા તેમજ ડીપી રોડ પ્લાન ભંગ મામલે અરજદાર દ્રારા રજુઆત કરાઈ હતી આ મામલે કલેક્ટરે પ્રાંત અધિકારી પાસેથી સમગ્ર મામલાનો અહેવાલ મંગાવતા અને 7 સપ્ટેમ્બર 2023 ના રોજ સુનાવણી રાખીને કેસ ઠરાવ ઉપર લેવામાં આવ્યો હતો અને રેકર્ડની તપાસ કરતા 962/1 અને 963/2 રેવન્યુ સર્વે નંબર વાળી જમીનમાં 23641 ની સીટી સર્વે વાળી જમીનમાં બીન ખેતી અંગેની નોંધ 26 ડિસેમ્બર 2020 ના રોજ નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જે જમીનનો કેટલોક હિસ્સો હાલમાં ખેતીના હેડે ચાલે છે આ નોંધના આધારે જમીન જુદા જુદા વ્યક્તિઓને વેચાણ પણ કરી દેવાનું સામે આવ્યું છે આ અંગે દાહોદ તાલુકામાં પત્ર વ્યવહાર કરવામાં આવતા TDO ના 25 જુલાઈ 2023 ના પત્ર ક્રમાંક તા/5 મહેસુલ વશી/379 380 થી જણાવાયું હતું કે સવાલવાળી જમીન બાબતે તેમની કચેરીએથી આ સર્વે નંબરમાં કોઈપણ પ્રકારનો બીન ખેતીનો હુકમ કરાયો નથી જેથી કલેક્ટરે પ્રાંત અધિકારીના તપાસ અહેવાલ અભિપ્રાય સીટી સર્વે સુપ્રીટેન્ડેટના અહેવાલ ઝઉઘ ના જવાબો અને રેકર્ડડીય હકીકત આધારે તારણો કાઢયા હતા જેમાં જણાવાયું હતુ કે જમીન 73અઅ નિયંત્રણ સત્તા પ્રકારની નોંધ 13076 તારીખ 31 ઓગસ્ટ 1981 થી નિયંત્રણો વાળી છે સીટી સર્વે સુપ્રીટેન્ડેટ દાહોદના રેકર્ડે આ જમીન TDO દાહોદના 10 મે 2018 અને 30 જુન 2018 ના બીન ખેતી હુકમના આધારે સર્વે નંબર 5980 થી નોંધ કરાઈ છે આ જમીનમાં તાલુકા વિકાસ અધિકારીના બીન ખેતીનો હુકમ ઉપજાવી કાઢેલ અને અનઅધિકૃત સાબીત થતા ત્યારે આ મામલે 2018 થી 2022 એમ કુલ પાંચ વર્ષની શરત ભંગ બદલ દંડની રકમ 429950 આ જમીનના કબ્જેદાર પાસેથી વસુલ લેવા પાત્ર અને બીનઅધિકૃત બાંધકામ તાકીદે દૂર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ જિલ્લા કલેક્ટરનો હુકમ હોવા છતાંય આ મામલે હજુ સુધી કોઈપણ પ્રકારના બાંધકામો તોડી પાડવાના પગલા લેવાયા નથી અને જમીનમાંથી હજુ કોઈપણ પ્રકારનું બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી અને સાથેજ જિલ્લા કલેક્ટરના હુકમમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયત દ્રારા પણ આ દબાણને તાકીદે દૂર કરવા હુકમ કરાયો છે પરંતુ ગ્રામ પંચાયત પણ હજુ કોના ઓર્ડરની રાહ જુએ છે અને સાથેજ દબાણ દૂર કરવામાં જે પણ ખર્ચ આવે તે સામે વાલાઓ પાસેથી વસુલ કરવા માટેનો હુકમ કરાયો છે ત્યારે હવે જેથી જિલ્લા કલેક્ટરની તપાસમાં દેલસર ગામની હદમાં આવેલી હકીમી સોસાયટીની બાજુમાંની જમીન ખેતી લાયક હોય તેને ભુ માફિયાઓએ બીન ખેતીમાં ફેરવી ઘાલવા માટે નકલી ઝઉઘ ની નોંધ પડાવી અને જમીન બીન ખેતીમાં ઉપજાવી કાઢેલ છે આ સાથે જ જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે 73અઅ વાળી જમીનોની વેચાણ પુર્વ પરવાનગી લીધા વગર આ જમીનમાં બીન ખેતીના ખોટા હુકમો સામેલ કરી સમગ્ર કાવતરૂં રચવામાં આવ્યું છે ત્યારે હુકમમાં જણાવાયું છે કે આ જમીનના બીન ખેતીના હુકમો કાયદેસર નથી તથા ડીપી રોડ પરત્વે પણ પ્લોટીંગ થયાનું હકીકતો સામે આવી છે 73અઅ ના ભંગ બદલ જમીન બોજા રહિત ખાલસા કરીને સરકારી પડતરે લેવાનો હુકમ જિલ્લા કલેક્ટર દ્રારા લેવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી મામલતદાર કે ગ્રામ પંચાયત આ બન્ને વિભાગો દ્રારા જમીનને ખાલી કરી અને તેમાંથી દબાણો અને બાંધકામ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી.