દાહોદ,દાહોદ શહેરમાં એક મીઠા (નમક) ના વેપારીને ત્યાં ખોરાક અને ઔષદ નિયમન તંત્ર દાહોદના ફુડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા ઓચિંતી તપાસ કરતાં મીઠાના સેમ્પલને પૃથ્થકરણ માટે મોકલવામાં આવતાં પૃથ્થકરણના રિપોર્ટમાં મીઠમાં ક્ષતિ જણાતા આ મામલે દાહોદના એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા વેપારી, ઉત્પાદકને કુલ રૂા.35,000/-નો દંડ ફટકારવાનો હુકમ કરતાં દાહોદ જીલ્લાના ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જીલ્લા સેવા સદન, દાહોદના ડેઝીગ્નેટેડ ઓફિસર વી.ડી.રાણાની સુચના અનુસાર દાહોદ તાલુકામાં યશ માર્કેટની નજીક પડાવ રોડ પર આવેલ ન્યુરાજ સોલ્ટ સપલાયર્સ નામની પેઢી માંથી ફુડ સેફટીઓફિસર એ.પી.ખરાડી દ્વારા આઇ શક્તિ બ્રાન્ડનું આયોડાઇઝડ મીઠાનો નમુનો લઈને પ્રુથ્થકરણ કરવા સરકારી લેબોરેટરીમાં મોકલી આપેલ હતો. જે નમુનો ફુડ એનાલીસ્ટ દ્વારા સબસ્ટાન્ડર્ડ કે જેમાં આયોડીનનું પ્રમાણ નીર્ધારીત માત્રા કરતા ઓછુ હોવાથી નમુનો નપાસ જાહેર થયો હતો. આ નમુનાનો કેસ એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી પુરી થતા જેમાં દાહોદના વેપારી મન્નાનભાઈ તાહેરભાઈ જીન્યાને 5000/- અને અતુલ રામ મોહન શર્મા અને મીઠાના ઉત્પાદક ચિરાઇ સોલ્ટ ઇન્ડિયા પ્રા.લીમીટેડ, ગાંધીધામને 30,000/- નો એમ કુલ મળીને 35,000/- નો દંડ એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર દ્વારા કરવામાં આવેલ છે.