દાહોદ, દાહોદ શહેર સહિત જીલ્લામાં મેઘરાજાની વિધિવત પધરામણીને પગલે જીલ્લામાં તમામ સ્થળોએ વરસાદી પાણી છવાઈ ગયા હતા, તો બીજી તરફ દાહોદ સ્માર્ટ સિટીની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. જેમાં જાહેર રસ ખખડધજ રસ્તાઓમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
આજરોજ વહેલી સવારથી દાહોદ શહેર સહિત જીલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ ગયું હતું અને બપોરના 12 વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેમાં શહેરના તમામ રસ્તાઓ વરસાદી પાણીથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા, તો બીજી તરફ દાહોદ સ્થાનિક વહીવટી તંત્રની પોલ ખુલી જવા પામી હતી. જેમાં પ્રિમોન્સૂનની કામગીરીનો ફિયાસકો થતા જોવા મળ્યો હતો. જાહેર ખખડધજ રસ્તાઓમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. તો બીજી તરફ દાહોદમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રીને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો પણ બન્યા હતા. લાંબા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહેલ ખેડૂત મિત્રોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી અને ખેડૂત મિત્રો ખેતી કામમાં પણ જોતરાઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી તેમજ બફારા થી ત્રાહિમામ પોકારી ઊઠેલ જીલ્લા વાસીઓને ગરમી તેમજ બફારાથી રાહત મળી હતી.