દાહોદમાં મામલતદાર અને કૃષિપંચ કોર્ટ દ્વારા મૂળ ગોધરાના રહેવાસી ઉપર બિનખેડુતની તપાસ પૂર્ણ થાય તે પહેલા ગોધરા તાલુકાની જમીનોના વેચાણ અને ગીરો બોજ નાખવાની પેરવીમાં

ગોધરા,

દાહોદમાં ખાતા નંબર 104ના રે.સ.નં.470 વાળી જમીનના ખાતેદાર અબ્દુલ રહિમ અબ્દુલ સત્તાર ફોદા ખાતેદાર ખેડુત કે બિનખેડુતની કાર્યવાહી દાહોદ મામલતદાર અને કૃષિપંચ કોર્ટમાં ચાલુ હોય અને ખેડુત બિનખેડુત અંગેની કાર્યવાહી પુરી થાય તે પહેલા ગોધરા તાલુકામાં આવે છે. ખેતીની જમીનો વેચી તબદીલ કરી સરકારની જોગવાઈ ભંગ કરતા હોય ત્યારે તાત્કાલીક અસરથી ગોધરા મામલતદાર (શહેર) અને ગ્રામ્ય દ્વારા આવી જમીનો ઉપર કોઈપણ વ્યવહાર ન થાય તે માટે હુકમથી જાણ કરાઈ.

દાહોદ ખાતે ખાતા નંબર 104 રે.સર્વે. નં.470 વાળી જમીનના ખાતેદાર અબ્દુલ રહિમ અબ્દુલ સત્તાર ફોદા છે. આ ખાતેદાર ખેડુત છે કે બિનખેડુત તે બાબતે ગણોતધારાની કલમ 63,64 અને અન્ય કલમો મુજબ દાહોદ મામલતદાર અને કૃષિપંચની કોર્ટમાં કેસ ચાલુ છે. ત્યારે ખેડુત છે કે બિનખેડુતને મુદ્દો દાહોદમાં ચાલી રહ્યો છે. તેવા ખાતેદાર ગોધરાના રહેવાસી અબ્દુલ સત્તાર ઈસ્માઈલ ફોદાની સીધી લીટીમાં આવતાં અબ્દુલ રહિમ હાજી, ઈસહાકહાજી, હકીમ હાજી, હમીર હાજી, મહેબુબ હાજી, મુસ્તાક હાજી અને તેમની બહેનો-ભત્રીજા તમામના નામે ગોધરા તાલુકા ચિખોદ્રા, પોપટપુરા, હમીરપુર, જીતપુરા, લીલેસરા, ભામૈયામાં ખેતીની જમીન ધારણ કરે છે. આ કબજેદાર જમીન વેચી તબદીલ કરી અને સરકારની કાયદાકીય જોગવાઈ મુજબ જમીન સરકારશ્રીના નિયમ 2015 મુજબ રેકર્ડ પર બિનખેડુતની વિગત આપે તે પહેલા જમીન વેચાણ દસ્તાવેજ તથા ગીરો અને બોજા નાખવાની તજવીજ હાથ ધરેલ હોય ત્યારે દાહોદ મામલતદાર અને કૃષિપંચ કોર્ટ દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં ગોધરા મામલતદાર અને ગ્રામ્ય મામલતદાર ધ્યાન આપી આવા વ્યવહારો ઉપર રોક લગાવે તે જરૂરી.