દાહોદ લોકસભા ચુંટણી મતદાનમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું

દાહોદ, દાહોદ જીલ્લામાં લોકસભાની ચુંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શરૂં થયેલ મતદાનમાં સવારથી જ મતદારોમાં અનેરા ઉત્સાહ સાથે મતદાન કર્યુ હતું. સવારે 07 કલાકે શરૂં થયેલ મતદાન બપોરના 03 વાગ્યા સુધી દાહોદ જીલ્લામાં 46.97 ટકા મતદાન નોંધાંયું હતું. યુવાનો, વયોવધ્ધોથી લઈ મહિલાઓની મતદાન કરવા માટે મતદાન મથકોએ લાંબી લાઈનો જોવા મળી હતી. દાહોદ જીલ્લામાં શાંતિપુર્ણ માહૌલમાં મતદાન પ્રક્રિયા સમ્પન્ન થઈ હતી. કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે દાહોદ જીલ્લા પોલીસ દ્વારા તમામ મતદાન મથકોએ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં દાહોદ જીલ્લાના નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે. વહેલી સવારથી જ દાહોદ જીલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થઇ ગયો છે, અને લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહ્યાં છે. દાહોદમાં મતદાન માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દાહોદ જીલ્લાવાસીઓ મતદાનની પવિત્ર ફરજ નિભાવવા કટિબદ્ધ છે તે વહેલી સવારથી મતદાન મથકો પર લાગેલી લાઈનો જોઈને લાગી રહ્યું છે. દાહોદ જીલ્લા વાસીઓ અનેરા ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચી મતદાન કરી રહ્યા છે. મતદારો માટે મતદાન મથક પર આનુસંગિક તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. મતદારોને પડતી અગવડ અન્વયે સહાયતા કેન્દ્રો પણ તેમની મુશ્કેલીઓ નિવારવા પ્રયત્નશીલ છે. દાહોદ જીલ્લાના યુવાઓથી માંડીને વરિષ્ઠ મતદારો તેમજ દિવ્યાંજનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકોને પણ આજે સાંજના 6 વાગ્યા સુધી અવશ્ય મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે.દાહોદ તાલુકાના ખોડવા ખાતે સૌ પ્રથમ મતદાન કરતા દિવ્યાંગ મતદાતા તડવી નંદાભાઈ તથા તડવી રતનબેન તેમજ દાહોદ તાલુકાના ખરોડ ખાતે મતદાન કરતા દિવ્યાંગ મતદાતા નિનામા સુરેશભાઈ સુરમલભાઈ 90% અસ્થિવિષયક તથા નિનામા સુમિત્રાબેન સુરેશભાઈ 100% દૃષ્ટિહીન છે, તેમ છતાંય તેઓએ મતદાન મથકે આવી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ બજાવી હતી. એ જ રીતે ગરબાડા તાલુકાના મીનાક્યારમાં દિવ્યાંગ લાભાર્થી બિલવાલ રમેશભાઈ મકાભાઈ દ્વારા ફ્રી ટ્રાન્સપોર્ટશન અને વ્હીલચેર અને સહાયકની મદદથી મતદાન કરવામાં આવ્યું હતું.

મતદાનની વિગત નીચે મુજબ છે.

સવારે 07થી સવારના 05 કલાક સુધીના આંકડા…

129 ફતેપુરા 50.29 ટકા

130 ઝાલોદ 48.99 ટકા

131 લીમખેડા 64.03 ટકા

132 દાહોદ 56.05 ટકા

133 ગરબાડા 52.69 ટકા

134 દેવગઢ બારીઆ 58.59 ટકા

કુલ 54.78 ટકા