દાહોદમાં કમોસમી વરસાદે સ્માર્ટ સીટીના કામોની પોલ ખોલી, એન્જીનીયરોની કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો

દાહોદ, દાહોદ સહીત ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં હવામાન વિભાગ દ્રારા કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે દાહોદ શહેરમાં તેમજ જીલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જીલ્લાના ખેડૂતોને તેમજ અનાજના વેપારીઓને મોટા પાયે નુકશાન થવા પામ્યું છે. ત્યારે દાહોદ શહેરમાં કમોસમી વરસાદી પાણીએ સ્માર્ટ સીટીના એન્જીનીયરોની પોલ ખોલીને મુકી દીધી છે. જેમાં ગોધરા રોડ ઉપર આવેલી નવરંગ સોસાયટી બહાર તો પાણીની નદીઓ વહેવા લાગી અને લોકોના ઘરોમાં તેમજ દુકાનોમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓ અને દુકાનદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને સ્થાનિક લોકોએ વિડિઓ મોકલી જણાવ્યું હતુંકે આ સ્માર્ટ સીટીના એન્જીનીયરો ભણેલા છે કે ગણેલા છે, તેવી વાતો કરવામાં આવી હતી. ત્યારે સ્માર્ટ સીટીના એન્જીનીયરોની પોલ ખોલતું આ કમોસમી વરસાદી વાદળીઓ થોડી વાર વર્ષી બંધ થયું ગયું હતું. જયારે તમે કલ્પના કરોકે ચોમાસાની ઋતુમાં વરસાદ ધોધમાર વરસસે ત્યારે કેવી પરિસ્તિથીનું નિર્માણ થશે. ત્યારે લોકોને પોતાના ઘરો ખાલી કરી દેવા પડશે તેવી પરિસ્તિથી આવીને ઉભી છે. ત્યારે હજુપણ તંત્ર પાસે સમય છે, જ્યાં આવી ખામીઓ રાખવામાં આવી છે અથવા તો એન્જીનીયરો દ્રારા આવી ભૂલો કરવામાં આવી છે તો ત્વરિત પણે દૂર કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો દ્રારા કરવામાં આવી રહી છે. ત્યારે જ્યાં ચોમાસાની ઋતુ પહેલા નાનકડા વરસાદે લોકોને નુકશાનમાં મુકતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સ્માર્ટ સીટી અંતર્ગત કરેલા કામોની ગેરરીતિ અને આજે કમોસમી વરસાદના વરસેલા પાણીએ એન્જીનીયરોની પોલ છતી કરીને મુકી દીધી છે, તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો.