દાહોદમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રવિણભાઇ મુનિયાનો કામચલાઉ પેન્શન માટેની અરજીનો સકારાત્મક ઉકેલ આવ્યો

દાહોદ,દાહોદમાં આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રવિણભાઇ મુનિયાએ કામચલાઉ પેન્શન માટે રજૂઆત કરી હતી. તેઓ ભાવનગર ખાતેથી સીનીયર એકા. કલાર્ક તરીકે નિવૃત થયા હતા. તેમના ઉપર ખાતાકીય તપાસને કારણે તેમનું પેન્શન અટકયું હતું, પરંતુ તે તપાસનો નિવેડો આવી જતા તેમનું પેન્શન નિયમિત શરૂ થયું હતું. તેમના પેન્શનના તફાવતની રકમ માટે તેમણે અરજી કરી હતી. જેનો આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. પોતાના પ્રશ્ર્નનો નિકાલ આવતા પ્રવિણભાઇએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને સ્વાગત કાર્યક્રમ માટે સરકારનો આભાર માન્યો હતો.