દાહોદ શહેર સહિત જિલ્લામાં જનમાષ્ટમી પર્વની લોકોએ ધામધુમ પુર્વક ઉજવણી કરી

દાહોદ શહેર સહિત જિલ્લામાં જનમાષ્ટમી પર્વની લોકોએ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. દાહોદ શહેરના કેટલાંક વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્મ પણ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ મટકી ફોડ કાર્યક્રમ નીહાળ્યો હતો. વહેલી સવારથી જ દાહોદ શહેરના ભગવાન શ્રી કૃષ્ણ મંદિરોમાં ભારે ભીડ જાેવા મળી હતી.

જનમાષ્ટમી પર્વની દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓએ ભક્તિભાવ, હર્ષાેઉલ્લાસ સહિત આનંદમય વાતાવરણ વચ્ચે જનમાષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. વહેલી સવારથી લઈ મોડી સાંજ સુધી ભગવાન શ્રી કૃષ્ણ મંદિરોમાં લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સહિત મટકી ફોડ કાર્યક્રમનો મોકુફ રાખવામાં આવ્યાં હતાં ત્યારે આ વર્ષે દાહોદમાં ભગવાન શ્રી કૃષ્ણ મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સાથે સાથે મટકી ફોડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. દાહોદ શહેરમાં ગોવિંદનગર, ગોદીરોડ, દેસાઈવાડા, પરેલ વિગેરે જેવા વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. મટકી ફોડ કાર્યક્રમનો લોકોએ ઉત્સવ અને ઉમંગ સાથે નીહાળ્યો હતો. આ વર્ષે ફરી દાહોદ શહેરમાં સ્ટેશન રોડ વાસપોડીયા વિસ્તાર ખાતે જનમાષ્ટમીનો મેળો પણ ભરાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં દાહોદના આસપાસના વિસ્તારના લોકો મેળા જાેવા ઉમટી પડ્યાં હતાં.