દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોયણી પ્રાથમીક શાળામાં માસુમ ૦૬ વર્ષિય બાળકીની હત્યા મામલે પોલીસે ૧૭૦૦ પાનાની મજબુત ચાર્જસીટ નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવી છે. આ તપાસમાં ૩૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ અલગ અલગ કાર્યાેમાં જાેડાઈ આ કેસમાં વિશેષ ધ્યાન આપી કામગીરી કરી રહ્યાં છે. ત્યારે આરોપી ગોવિંદ નટ સામે હત્યાના ગુનાની સાથે સાથે મૃત્યુદંડની જાેગવાઈની કલમો સહિત કલમો ચાર્જસીટમાં કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોયણી ગામે માસુમ ૦૬ વર્ષિય બાળકીનો હત્યાના પ્રકરણમાં પોલીસે આરોપી ગોવિંદ નટની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય, ઉંડાણપુર્વક તપાસ થાય અને સમયસર તપાસ પુર્ણ થાય તે માટે એક ટીમની રચના કરવામાં આવી હતી જેમાં ચાર ડીવાયએસપી, ચાર પોલીસ ઈન્સ્પેક્ટરો અને બે પીએસઆઈ સામેલ હતાં. આ ટીમનું નેતૃત્વ ડીવાયએસપી વ્યાસ લીમખેડા અને ઈન્વેટીગેશન ઓફિસર તરીકે નરેન્દ્ર ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પોલીસ ઉપરાંત ૩૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ પણ અલગ અલગ કાર્યાે અને અલગ અલગ રીતે જાેડાયેલ હતી. અને ૧૨ દિવસની મર્યાદામાં ૧૭૦૦ની પાનાની મજબુત ચાર્જસીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવી છે. આ ચાર્જસીટમાં તમામ બાબતો તમામ અલગ અલગ કાર્યાેનો અભ્યાસનો અભ્યાસ કરી વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરી સામેલ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે બે એનાલીસીસી અગત્યના છે. જે સ્કીન એફેડનના ક્લીયરમાં એથેરીયલ સેલ્સનું ગાંધીનગર લેબમાં કરવામાં આવ્યું છે. આ ડીપમાં ડીપ જે એનાલીસ છે તે કરવામાં આવ્યું છે. તે ઉપરાંત જે ક્રાઈમ સીન છે તે સાઈકોલોજી એનાલીસીસી પણ કરવામાં આવ્યું છે જેમાં ડ્રોનથી આખા એરીયાની વિડીયોગ્રાફી, આરોપીનાના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો વિગેરે તમામને સંકલીત કરી ગાંધીનગર ફોરેન્સીક લેબ દ્વારા ક્રાઈમ સીન સાઈકોલોજી રિપોર્ટ અને ક્રિમીનલ રિપોર્ટ પુરો પાડવામાં આવ્યો છે. જેમાં આ તપાસ દરમ્યાન ૧૫૦થી વધુ સાહેબોને ચકાસવામાં આવ્યાં છે. રાજ્ય સરકારની મંજુરીથી સ્પેશીયલ પબ્લીક પ્રોસ્ક્યુટીર તરીકે અમીતભાઈ નાયકની નિમણુંક પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આ તપાસ દરમ્યાન ડીજીટલ એવીડન્સીસ, ડીએનએ ફોરેન્સીક, ફોરેન્સીક બાયોલોજી, ફોરેન્સીક કેમેસ્ટ્રી અને તેમાંનું ફોરેન્સીક ટેક્સોલોજી, ફોરેન્સીક વ્હીકલ એનાલીસીસી, ક્રાઈમ સીન સાઈકોલોજીકલ ફોરેન્સીક એનાલીસીસ, વોઈસ સ્પેક્ટોગ્રાફી આમ તમામ વિજ્ઞાનના જેટલા પણ ફોરેન્સીકના પહેલુઓ છે તે તમામનો આ તપાસમાં સમાવેશ કરી આ તપાસ પુર્ણ કરી ચાર્જસીટ કરવામાં આવી છે. આ ચાર્જસીટમાં હત્યાની કલમ ઉપરાંત મૃત્યુદંડની જાેગવાઈની કલમ, પોક્સો એક્ટની કલમ સહિતની ચાર્જસીટ કરવામાં આવી છે.