દાહોદમાં હરિદ્વાર-વલસાડ એકસપ્રેસમાંં ઉતરેલા મુસાફર પાસેથી 27 લાખની રોકડ મળી

દાહોદ,અંકલેશ્વર રેલવે સ્ટેશન પર આવેલી હરિદ્વાર વલસાડ એકસપ્રેસમાંથી ઉતરેલાં ઇસમ પાસેથી 27 લાખ રોકડા મળતાં તંત્રમાં દોડધામ મચી હતી. પ્રાથમિક પૂછપરછમાં રોકડ ર કમ સાથે ઝડપાયેલાં ઇસમે પોતે દાહોદમાં પાન-સોપારીનો વેપારી હોવાની અને અંકલેશ્વર ના વેપારીને પૈસા આપવા આવ્યો હોવાની કેફિયત રજૂ કરી છે, પણ તંત્રે તેની અટકાયત કરી છે.

ગુજરાતમાં 7મી મેના રોજ થનારી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાઇ ગયાં બાદ હવે નાણાકીય હેરાફેરી હોવાથી અંકલેશ્વર ના વેપારીને 27 લાખ રૂા. આપવાના હોવાથી અંકલેશ્વર આવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી. જો કે રેલવે પોલીસે તેની પાસે રૂપિયાના સચોટ પુરવા માંગતાં નહીં મળતાં શંકાના આધારે 41(1)ડી હેઠળ કાર્યવાહી કરી હતી.

મુખ્ય માર્ગો પર પોલીસની ઘોંચ વધતાં ટ્રેનમાં નાણાકીય હેરાફેરી…

લોકસભાની ચૂંટણીને અનુલક્ષી સ્ટેટિક સર્વેલન્સ ટીમની સાથે પોલીસ પણ વાહન ચેકિંગ કરી રહી છે. ગુરૂવારે સવારે વડોદરાના તરસાલી પાસે એક કાર માંથી 13 લાખની રોકડ મળી આવી હતી. આ ઘટનાના કલાકો બાદ અંકલેશ્ર્વર સ્ટેશન પરથી દાહોદનો વેપારી યોગેશ પ્રિતમાણી 27 લાખની રોકડ સાથે પોલીસના હાથ લાગ્યો હતો. ભરૂચ રેલવે પોલીસે વેપારીની પૂછપરછ કરી રહી છે, પણ તે 27 લાખ રૂપિયા તેના જ હોવાનું રટણ કરી રહયો છે. ચૂંટણીને અનુલક્ષી સઘન વાહન ચેકિંગના કારણે લોકો હવે લાખો રૂપિયાની માતબર રકમ લઈને ટ્રેનમાં ફેરાફેરી કરી રહ્યાં છે. દાહોદનો વેપારી 27 લાખ પોતાના હોવાની કબૂલાત કરી રહ્યો છે ત્યારે આ રૂપિયા કયાંથી લાવ્યા કોને પહોંચાડવાના હતાં તેની તપાસ બાદ જ વધુ ખુલાસા થશે.

ઇન્કમટેકસને જાણ કરાઈ…

ચૂંટણીનું જાહેરનામુ બહાર પડતાંની સાથે કોઇ પણ વ્યકતિ પોતાની પાસે 50 હજારથી વધુની રોકડ રકમ રાખી શકશે નહિ અને રાખશે તો તેના પુરાવા આપવા હોવાથી અંકલેશ્ર્વરના વેપારીને 27 લાખ રૂા. આપવાના હોવાથી અંકલેશ્ર્વર આવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે, રેલવે પોલીસે તેની પાસે રૂપિયાના સચોટ પુરવા માંગતાં નહીં મળતાં શંકાના આધારે 41(1)ડી હેઠળ કાર્યવાહી કરી હતી.