દાહોદ, હનુમાન જયંતિ પર્વ નિમિત્તે દાહોદ શહેર થઈ જીલ્લાના હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. ત્યારે ઘણા ધાર્મિક સ્થળોએ હનુમાનજી જન્મ જયંતી નિમિત્તે સુંદરકાંડ, મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ હનુમાન જયંતી પર્વની ભક્તો શહીદ જીલ્લામાં દ્વારા ધાર્મિક રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાહોદ શહેરમાં આવેલ વનખંડી હનુમાનજી મંદિર, પીપળીયા હનુમાનજી મંદિર, દયાળુ હનુમાનજી મંદિર સહિત વિવિધ હનુમાનજી મંદિરો ખાતે તેમજ ધાર્મિક સ્થળો ખાતે સુંદરકાંડ, ભંડારા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. હનુમાનજી મંદિરો ખાતે વહેલી સવારથી ભક્તોની દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે સમય સાંજના સમયે હનુમાનજી મંદિરોને ભવ્ય રોશની થી શણગારી દેવામાં આવ્યા હતા અને સાંજના સમયે પણ દર્શન માટે ભક્તોની ભારે જોવા મળી હતી.