દાહોદ,દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત 10 વિસ્તારના 15 કિ.મી.માર્ગોના 53 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસની યોજના બનાવાઈ છે. જેમાં રસ્તાના નવીનીકરણ સાથે ફુટપાથ પણ બનાવાશે. સ્માર્ટસિટી અંતર્ગત બનનાર રસ્તા માટેનુ માપ નકકી કરીને સોૈપ્રથમ રસ્તાની નવીનીકરણ કરવાનુ છે. તે વિસ્તારોમાં પાલિકા, સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ સ્ટાફ અને સ્માર્ટસિટી કચેરીના કર્મીઓએ જમીન માપણી અને રસ્તાના હદ-નિશાનની કામગીરી કરાઈ હતી. બાત ગત 29 માર્ચે સ્માર્ટસિટી ડેવલોપમેન્ટના બોર્ડની મિટીંગમાં ગેરકાયદે દબાણો માટેની નોટિસો માર્કિંગના રેકર્ડ મુજબ તૈયાર કરીને દબાણ ુખુલ્લુ કરવા માટે કાર્યવાહી કરવા માટેનુ નકકી થયુ હતુ. આ મુદ્દે વેપારીઓ દ્વારા મિટીંગો સાથે વિવિધ જગ્યાએ રજુઆતો કરી હતી. મુદ્દો થોડો સમય શાંત રહ્યો હતો. દરમિયાન સરસ્વતી સર્કલ પાસે રસ્તાના અપગ્રેડેશનની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. ત્યારે સ્ટેશન રોડ ઉપર માર્કિંગવાળી દુકાનો કોની પાસે છે તે જાણવા માટે પાલિકા દ્વારા 3 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં સિટી સર્વે કચેરીના 2 મેન્ટેનન્સ સર્વેલન્સ અધિકારીઓ પણ સામેલ રહ્યા હતા. 3 ટીમોમાં સામેલ 11 કર્મચારીઓ દ્વારા સ્ટેશન રોડ ઉપર દુકાને-દુકાને ફરીને દુકાન ભાડુઆત પાસે છે કે માલિક પાસે તે સહિતની માહિતી મેળવવા સાથે નામ અને નંબર મેળવ્યા હતા. લિસ્ટની કામગીરી પુર્ણ થયા બાદ નોટિસો અપાશે.