દાહોદમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપુજન સહિત અનેક કાર્યક્રમો યોજી ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી

દાહોદ, અષાઢ સુદ પુર્ણિમા વ્યાસ પુર્ણિમા કે ગુરૂપુર્ણિમાના નામે ઓળખાય છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી પોતાના ગુરૂ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ ઉત્સવ ઉજવાય છે. તેમાય હિંદુ ધર્મમાં ગુરૂ પુર્ણિમાનું વિષેશ મહત્વ છે. ધર્મગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર વેૈદ્યવ્યાસજીનો જન્મ થયો. જેમણે મહાભારત તેમજ અન્ય ગ્રંથોની રચના કરી તેમજ કોૈરવ પાંડવ તેમને ગુરૂ માનતા હતા, એટલે અષાઢ માસની પુર્ણિમાને ગુરૂ પુર્ણિમા કે વ્યાસ પુર્ણિમા કહેવામાં આવે છે.

ગુરૂને બ્રાહ્મણ કહેવાય છે કેમ કે ગુરૂ શિષ્યને નવો જન્મ આપે છે ગુરૂના આશિર્વાદથી પ્રાણી માત્ર માટે કલ્યાણકારી, જ્ઞાન વર્ધક થાય છે. સંસારની તમામ વિદ્યા ગુરૂની કૃપાથી પ્રાપ્ત થાય છે. આજે દાહોદ સહિત જીલ્લામાં ગુરૂ પુર્ણિમા નિમિત્તે ગુરૂ પુજન, વિશેષ દર્શન સહિત અનેક કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે બાલમંદીર, વિદ્યાલયો, શાળા-કોલેજો તેમજ અન્ય સંસ્થાઓમાં પણ ગુરૂ પુર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.