દાહોદમાં જી.એસ.ટી.ની સર્ચ ઓપરેશનના પગલે વેપારીઓમાં ફફડાટ

દાહોદ,

દાહોદ શહેરમાં જીએસટી વિભાગના સર્ચ ઓપરેશનના પગલે વેપારીઓમાં ફેલાયો હતો. જેમાં જીએસટી વિભાગની ટીમે દાહોદ શહેરમાં આવેલ એક નામાંકિત પાન મસાલાની હોલસેલની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

માર્ચ એન્ડિંગ એટલે કે આખા વર્ષના હિસાબ કિતાબના વાર્ષિક અંત પહેલા દાહોદ જિલ્લામાં અને તે પણ હોળીના તહેવાર ટાણે જીએસટી વિભાગના દાહોદ શહેરમાં સર્ચ ઓપરેશનના પગલે જિલ્લાના મોટા વેપારીઓમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ શહેરમાં નામાંકિત ગણાતા એવા પાન મસાલાના હોલસેલની દુકાને ધરાવતા વીસનદાસ કરાચીવાલા નામક હોલસેલની દુકાનમાં આજરોજ વહેલી સવારના સમયે જીએસટી વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દુકાન સહિત તેઓના નિવાસ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ આ સર્ચ ઓપરેશન વહેલી સવારથી સાંજ સુધી પણ ચાલ્યું હોવાનું કહેવાય રહ્યું છે. આ સમગ્ર સર્ચ ઓપરેશનમાં કેટલો બિનહિસાબી જીએસટી વ્યવહાર બહાર આવ્યો હશે? તે હાલ જાણી શકાયું નથી, પરંતુ તહેવાર ટાણે દાહોદ જિલ્લામાં જીએસટીની ટીમની પધરામણીને પગલે મોટા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.