દાહોદમાં ગરમીથી રાહત મેળવવા માટે વેપારીઓનો જુગાડ

  • એમ જી રોડના વેપારીઓએ રસ્તાને ગ્રીન નેટથી કવર કરી ગરમીથી રાહત મેળવવા નોખી રીત અપનાવી.

દાહોદ,એપ્રિલના મધ્યમાં દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં કાળજાળ ગરમી પડી રહી છે. દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીના કારણે હાલત કફોડી બની છે. એપ્રિલના મધ્યમાં જ તાપમાનનો પારો મહત્તમ સપાટીએ પહોંચતા લોકો ગરમીથી રાહત મેળવવા માટે કામ વગર ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.એસી કુલર, પંખા જેવા યાંત્રિક ઉપકરણોનો સહારો લઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ આવી આકરી ગરમીમાં શહેરમાં ટ્રાફિકની ધમધમતા અને હાર્દ સમા ગણાતા એમજી રોડના કેટલાક વેપારીઓએ રસ્તાને ગ્રીન નેટથી કવર કરી ગરમીથી રાહત મેળવવા માટે નોખો રસ્તો અપનાવ્યો છે.

સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમીના કારણે હિટવેવનો કેહેર જોવા મળી રહ્યો છે. હાલ એપ્રિલના મધ્યમાં તાપમાનનો મહત્તમ પારો ચરમસીમાએ પહોંચતા આંકડા ઉનાળામાં અંગ દઝાડતીથી ગરમીના કારણે માનવ તો ઠીક પરંતુ કકોડી બની છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં તાપમાનનો મહત્તમ પારો 40 ડિગ્રી નજીક પહોંચતા બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. આ કાળઝાળ અંગ દઝાડતી ગરમીમાં રાહત મેળવવા માટે દાહોદના ખૠ રોડના વેપારીઓ દ્વારા નોખી રીત અપનાવી ગરમીમાં રાહત મેળવી છે. એમજી રોડના કેટલાક વેપારીઓ દ્વારા રસ્તાની ઉપર ગ્રીન નેટ દ્વારા કવર કરી દેતા અંગ દઝાડતી કાળઝાળ ગરમીમાં રાહત મેળવી છે. વેપારીઓના જણાવેલ અનુસાર ગરમીથી રાહત મેળવવા માટે વેપારીઓ દ્વારા ફાળો કરી રસ્તાની ઉપર ગ્રીન નેટથી કવર કરી દીધું છે. જેથી એક તરફ ગ્રીન નેટથી મહદંશે ગરમીમાં રાહત મેળવાય છે. તો બીજી તરફ અત્રે ખરીદી કરવા આવતા ગ્રાહકોની સાથે સાથે વેપારીઓને પણ ગરમીથી રાહત મળે છે.જોકે હાલ ગરમી ના કારણે હિટવેવનું કહેર જોવા મળી રહ્યું છે. જેના પગલે લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો બીજી તરફ આકરી ગરમીમાં, એસી કુલર પંખા જેવા યાંત્રિક ઉપકરણો પણ વામણા પુરવાર થઈ રહ્યા છે.