દાહોદ, પંચમહાલના મોરવા હડફ ગામે રહેતા પ્રભાતસિંહ અમરસિંહ બારીયા કે,જેઓ દાહોદ એસ.ટી ડેપોમાં એસ.ટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે અને જેઓ દાહોદ એસ.ટી બસ ડેપો ખાતેથી પીટોલ રૂટ ઉપર એસ.ટી બસમાં પેસેન્જર લઇ અને રૂટીનમાં પરત અવરજવર કરી ચાલક તરીકે ફરજ બજાવે છે. ત્યારે ગત તારીખ 05. 06.2023 ના રોજ તેમની એસટી બસ જેનો નંબર GJ.18.Z.3554 નંબરની એસટી બસ લઈને એમપીના પીટોલ જવા પેસેન્જરો લઇ તેઓ એમના કંડકટર મહેશકુમાર સોમાભાઈ ઠાકોર સાથે રવાના થયા હતા અને સાંજના 7:30 વાગ્યાના સમયે ગોધરા રોડ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે ઇન્ડિકા વિસ્ટા ફોરવીલર ગાડી જેનો નંબર GJ.20.A.6983 નંબરના ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે તેની ગાડી હંકારી લાવી સરકારી એસટી બસને ડાબી બાજુના પાછળના ભાગે ટક્કર મારતા એસટી બસની ડાબી બાજુના નીચેના બમ્પરને નુકસાન પહોંચ્યું હતું. નુકશાન બાબતની ફરિયાદ તારીખ 6 જૂનના રોજ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે એસટી બસના ડ્રાઇવર પ્રભાતસિંહ સમરસિંહ બારીયાએ નોંધાવતા પોલીસે ફોરવીલર સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.