દાહોદના વેપારીઓની અસમંજસ દુર કરી ૯ વાગ્યા સુધી ધંધા ચાલુ રાખી શકાશે

દાહોદ,
દાહોદ નગર સહિત સમગ્ર દાહોદના વેપારીઓમાં પ્રવર્તતી અસમંજસને દૂર કરતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું છે કે, વેપારીઓ પોતાની દૂકાનો રાત્રીના નવ વાગ્યા સુધી ખુલી રાખીને વેપાર વાણીજ્ય કરી શકે છે.

તેમણે જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ જાહેરનામુ સ્વયંસ્પષ્ટ છે અને રાત્રીના નવ વાગ્યા સુધી દૂકાનો ખુલી રાખી શકાય છે. વેપારીઓએ કોરોના સંદર્ભની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહે છે. દૂકાનો ઉપર ભીડ ના થાય એનો ખ્યાલ રાખવાનો છે. ગ્રાહકોમાં સામાજિક અંતરનું પાલન થાય, સેનિટાઇઝેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહે છે. આ ઉપરાંત ગ્રાહકો માસ્ક પહેરની ખરીદી કરે તેની તકેદારી રાખવાની છે.

રાજ્ય સરકાર દ્વારા વેપારીઓને પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તેઓ વ્હેલી તકે કોરોના વાયરસ સામેની રસી તુરંત મૂકાવી લે. વેપારીમિત્રો આ બાબતમાં સહયોગ આપે એ પણ એટલું જ જ‚રી છે. વેપારીઓએ એ બાબત પણ સારી રીતે સમજી લેવાની જ‚ર છે કે કોરોના હજુ ગયો નથી. તેની સામે સાવચેતી અને રસીકરણ જ ઉપાય છે.