દાહોદમાં દિવ્યાંગજનોએ મતદાન મથકે આવી મત આપી અન્ય મતદારો માટે બન્યા પ્રેરણારૂપ

દાહોદ, દાહોદમાં લોકસભા સામાન્ય ચૂંટણી દરમ્યાન આજરોજ મતદાનના દિવસે મતદાન કરવા માટે સક્ષમ એપ વડે મળેલી મદદ મુજબ ઝાલોદ તાલુકાના મીરાખડી ગામના મહિડા રોમીબેન છમનાભાઈ કે જેઓ 90 ટકા દિવ્યાંગ હોવા છતાં મતદાન કરવા મતદાન મથક સુધી જવાની ઈચ્છા દર્શાવતાં તેઓએ ‘ સક્ષમ’ ની મદદ લીધી હતી. ‘ સક્ષમ’ ટીમે મતદાન મથક સુધી લઇ જવા – લાવવામાં તેમની દરેક પ્રકારની મદદ કરી હતી. તે જ રીતે નાના હાથીધરા ગામના 90 ટકા શારીરિક રીતે દિવ્યાંગ એવા નરવતભાઈ સાયબાભાઈ ચૌહાણે પોતે મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું. આમ, દિવ્યાંગજનોએ શારીરિક અશકત્તતા હોવા છતાં મતદાન મથકે જઈને મત આપી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બન્યા હતા.