દાહોદ,
દાહોદ શહેરમાંથી ધોળે દિવસે એક મોટરસાઈકલ પર લટકાવેલ બેગ મુકી રાખેલ રૂા. 20,000ની બેગની ચોરી કરી લઈ જનાર ઈસમને દાહોદ એ. ડિવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ચોર ઈસમને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા.09મી ફેબ્રુઆરીના રોજ દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ગારી ફળિયામાં રહેતાં ઉદયસિંહ રણછોડભાઈ ગારી પોતાની મોટરસાઈકલ લઈ સવારના સમયે દાહોદ શહેરમાં આવેલ ફાયર બ્રિગેડ સર્કલ પાસે આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ સ્થળ પર પાર્ક કરી હતી. મોટરસાઈકલના હુકમાં લટકાવે બેગમાં તેઓએ રોકડા રૂપીયા 20,000 મુક્યાં હતાં. આ બેકમાંથી કોઈ અજાણ્યા ઈસમે રોકડા રૂપીયા 20,000 ભરેલ બેગની ચોરી કરી લઈ નાસી ગયો હતો. આ સંબંધે ઉદયસિંહ દ્વારા દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસનો ધમધમાટ આરંભ કરી શહેરમાં લાગેલ વિશ્ર્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના નેત્રમ કેમેરાની મદદથી બે ઈસમો બેગ લેતાં નજરે પડ્યાં હતા. ત્યાર બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોર ઈસમોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કરતાં આ બંન્ને ઈસમોને દાહોદ શહેરમાંથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગા કર્યાં હતાં. ઝડપાયેલ ઈસમોમાંથી (1) ગવરસિંહભાઈ ઉર્ફે ગૌરાંગ ચેનાભાઈ પરમાર (રહે. અભલોડ, રાયણી ફળિયુ, તા. ગરબાડા, જિ. દાહોદ) અને (2) જીગરભાઈ સુકીયાભાઈ બારીયા (રહે. મોટી ખરજ, રાહ ડુંગરી ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) ની વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.