દાહોદમાં દબાણો દુર કર્યા બાદ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા ન આવતાં વેપારી એસોશીએસન દ્વારા મંત્રીને રજુઆત

દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત દોઢેક વર્ષ પહેલા રસ્તાઓ પહોળા કરવાની કામગીરી અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સહજ શહેરના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં મોટાભાગે વર્ષોથી રોજગાર ધંધા ચલાવતા વેપારીઓની દુકાનો તોડી પાડવામાં આવી હતી. ત્યારે આજદિન સુધી આ વેપારીઓને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં ન આવતા આજરોજ દાહોદ વેપારી એસોસિએશનના વેપારી મિત્રો દ્વારા દાહોદ જીલ્લા કલેકટર સમક્ષ તેમજ દાહોદ જીલ્લા સાંસદ અને રાજ્યકક્ષાના મંત્રીને પણ રજૂઆત કરી વેપારીઓને વહેલામાં વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થ ઊભી કરી આપવામાં આવે તેવી વેપારી મિત્રોએ રજૂઆત કરવામાં આવી હતી.

દાહોદ શહેરને સ્માર્ટ સિટી જાહેર કર્યાને વર્ષો વીતી ગયા છે, પરંતુ સ્માર્ટ સિટીના નામે દાહોદ શહેરમાં આંખે વળગીને ઉડે તેવી કામગીરી અત્યાર સુધી જોવા મળી નથી. માત્ર રસ્તાઓનું નવીનીકરણ તેમજ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવના નવીનીકરણ સિવાય કોઈ કામગીરી જોવા મળતી નથી અને તેમાંય હાલ જ્યારે ચોમાસાની ઋતુ છે. ત્યારે નવા બનાવવામાં આવેલ રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ જતા જાહેર રસ્તાઓ ખખડધ જ હાલતમાં પડી ભાંગ્યા છે.

ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા દોઢેક વર્ષ પહેલાં દાહોદ શહેરના રસ્તાઓ સ્માર્ટ બનાવવાના ઉદ્દેશ્યથી દાહોદ શહેરના હાર્ડસમા એવા ગોધરા રોડથી લઈ એમ.જી.રોડ તેમજ સ્ટેશન રોડ વિસ્તારના ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં 250 વધુ વેપારીઓની દુકાનોને જમીનદોસ્ત કરી નાખવામાં આવતા જે તે સમયે વેપારીમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે તે સમયે વેપારીઓએ સંબંધિત તંત્રને રજૂઆતો પણ કરી હતી અને જણાવ્યું હતું કે પોતાને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે જેથી તેઓ રોજગાર ધંધો કરી શકે પરંતુ ગેરકાયદેસર દબાણો તોડી પાડવાના દોઢ વર્ષના વહાણા વીતી ગયા બાદ પણ અત્યાર સુધી દાહોદ જીલ્લા વહીવટી તંત્ર ન તો સત્તાધારી રાજકીય પક્ષ દ્વારા દાહોદ શહેરના રોજગાર ધંધા વિહોણા બની ગયેલા વેપારીઓને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં ન આવતા વેપાર ધંધા વિહોણા બનેલા વેપારીઓ ની હાલત અત્યંત કહોડી બની છે.

જેમાં ઘણા વેપારીઓ તો હોટલમાં નોકરી કરવા મજબૂર બન્યા છે તો ઘણા વેપારીઓ તો લારી ગલ્લા લઈ વેપાર ધંધો કરવા મજબૂર બન્યા છે. ત્યારે મોટાભાગના વેપારીઓ તો દાહોદ છોડીને અન્ય સ્થળે પણ રવાના થઈ ગયા હોવાનું કહેવાય રહ્યું છે. ઘણા વેપારીઓ હોય તો દાહોદ તાલુકાની આસપાસ પોતાના રોજગાર ધંધા ચાલુ કર્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે. ત્યારે વેપારીઓની હાલત અત્યંત કફોડી બનતા પરિવારનું ગુજરાન ચલાવવું તેમ જ લોનોના હપ્તા ભરવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સમય દાહોદના વેપારી એસોસિએશનના વેપારીઓ દ્વારા ગતરોજ દાહોદ જીલ્લા કલેકટર ની રૂબરૂ મુલાકાત કરી હતી અને વેપારીઓને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વેપારી એસોશિએશનના વેપારી મિત્રો દાહોદ કમલમ ખાતે પણ પહોંચ્યા હતા અને જ્યાં દાહોદના સાંસદ તેમજ રાજ્યકક્ષાના મંત્રીને પણ આ મામલે રજૂઆત કરી પોતાને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સત્તાધારી રાષ્ટ્રીય પક્ષ દ્વારા આ મામલે બાહેધરી પણ આપવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે, પરંતુ આ બાહેધરીનો અમલ ક્યારે થશે અને વેપારીઓને ક્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે ? હજુ સ્પષ્ટતા થઈ નથી. જેથી વેપારી મિત્રો પણ મૂંઝવણમાં મુકાયા છે અને આવનાર દિવસોમાં વહેલામાં વહેલી તકે વેપારી મિત્રોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા આવશે, તેવી આશા સાથે દાહોદના વેપારીઓ મિત્રો આશા સેવી રહ્યા છે.