દાહોદ, દાહોદ શહેરમાં કોરોનાની એન્ટ્રી થતાં શહેર સહિત જીલ્લામાં ચકચાર સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદમાં કોરોનાનો એક પોઝીટીવ કેસ સામે આવતાં આરોગ્ય તંત્રની ટીમમાં દોડધામ મચી જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, જર્મનીથી દાહોદ આવેલ યુવકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને તેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતાં અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાં કોરોનાએ પુન: માથુ ઉચકતાં રોજે રોજે કોરોના પોઝીટીવ કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે દાહોદ જીલ્લામાં પણ કોરોનાની એન્ટ્રીની શક્યતાઓ વચ્ચે ગતરોજ દાહોદમાંથી કોરોના પોઝીટીવ દર્દી મળ્યો આવ્યો હતો. આ દર્દી 25 વર્ષનો યુવક છે, જે જર્મનીમાં સ્થાયી થયો છે. 10 દિવસ અગાઉ તે દાહોદ આવવા જર્મનીથી નીકળ્યો હતો. તે ઈજીપ્ત અને ત્યારબાદ સાઉદી અરેબીયાની ટુર કરીને દાહોદ આવ્યો હતો. દાહોદ આવ્યાં પછી તેની તબીયત લથડતા અને કોરોનાના લક્ષણો જણાતા તેનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં દાહોદ સમાચાર વાયુવેગ દાહોદ શહેર સહિત જીલ્લામાં થતાં જીલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ યુવકને સારવાર માટે વડોદરાની વારસિયા રીંગરોડની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. આ યુવક હાલ ઓક્સિજનના સપોર્ટ પર છે, પરંતુ તેની તબિયત સ્થિર છે. કોરોનાના નવા વેરિયન્ટના રિપોર્ટ માટે તેના સેમ્પલ પણ લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ યુવકના સંપર્કમાં આવેલા તેના પરિવારજનો, સ્વજનો સહિત અન્ય લોકોનું આરોગ્ય તંત્રએ ટ્રેસિંગ હાથ ધરી તેઓને હોમ આઈસોલેશનમાં તેમજ તેમના પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.