દાહોદ, દાહોદમાં ગારમેન્ટની દુકાન ધરાવતા વેપારીને પાંચ વર્ષ અગાઉ નામાંકીત કંપની દ્વારા ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચવા બદલ દાહોદની નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં વેપારીની તરફે એડવોકેટ એલ.આર.સિંધીની ધારદાર દલીલોને ધ્યાને લઈ કોર્ટે વેપારી તરફે ચુકાદો આપી વેપારીને નિર્દોષ છોડી મૂક્યા હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ શહેરના દોલતગંજ બજારમા કાપડ અને હોજીયારી દુકાન ધરાવતા નારાયણદાસ ગુલચંદ પામનાની ઉપર 2018માં લક્ષ કંપની દ્રારા ડુપ્લીકેટ જાગીયા વેચવા અંગે દાહોદની નામદાર કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 486 તેમજ કોપીરાઇટ એક્ટની કલમ 51 તથા 63 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ એડીશનલ મેજીસ્ટ્રેટ વી.કે.ચારણની કોર્ટમાં ચાલી જતા એડવોકેટ એલઆરસી સિંધીની ધારદાર દલીલને ધ્યાને લઈ આરોપીને દાહોદની નામદાર કોર્ટે વેપારીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.