દાહોદમાં ચુંટણી મતદાનના દિવસે હાટ બજાર ભરાવા પર પ્રતિબંધ

દાહોદ,

દાહોદ જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગામોમાં હાટ બજારનુ અનન્ય મહત્વ વર્ષોથી જળવાઈ રહ્યુ છે ત્યારે કોરોના કાળમાં દાહોદ સહિત જિલ્લામાં વ્યવસાયોની સાથે હાટ બજારો ઉપર પણ ખાસી અસર થઈ હતી. દાહોદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી.પાંડોરે જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચુંટણી અન્વયે મતદાનના દિવસે એટલે કે તા.5 ડિસેમ્બરના રોજ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ભરાતા અઠવાડિક હાટ બજાર કે મેળા ભરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે આ આદેશ કરાયો છે. હાટ માટે વાર નકકી હોય છે ત્યારે 5 ડિસેમ્બરે સોમવાર હોવાથી કતવારા, ઝાલોદમાં હાટ યોજી નહિ શકાય.