દાહોદ તાલુકાના છાપરી ગામે રસ્તાની બાજુમાં આવેલ એક સુકુ વૃક્ષ અચાનક ધરાશાઈ થતાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓ ઉપર આ વૃક્ષ પડતાં બે પૈકી એકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદના છાપરી ગામેથી એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યાં હતા. ત્યારે રસ્તાની બાજુમાં આવેક એક સુકુ વૃક્ષ અચાનક ધરાશાઈ થતાં મોટરસાઈકલ પર પસાર થઈ રહેલા બે વ્યક્તિઓ ઉપર આ વૃક્ષ પડતાંની સાથે બંન્ને વ્યક્તિઓ વૃક્ષની નીચે મોટરસાઈકલ સાથે દબાઈ ગયાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ 108 ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં બંન્ને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન બે પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે આ મામલે હાલ સુધી કોઈ પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી નથી.