
દાહોદ શહેરમાં ચેક બાઉન્સના કેસમાં એક આરોપીને દાહોદની એડીશનલ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા આરોપીને બે વર્ષની સજા તથા બમણઉં વળતર ચુકવવાનો આદેશ કરતાં કોર્ટ સંકુલમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં રહેતાં મિતલ દિલીપકુમાર કર્ણાવત પાસેથી તેઓના મિત્ર સંદિપકુમાર કનૈયાલાલ સોની (રહે. જેસાવાડા) એ આજથી ત્રણ વર્ષ એટલે કે, વર્ષ ૨૦૨૦ના સમયગાળા દરમ્યાન રૂા. ૫ લાખ ઉછીના લીધાં હતાં જે રકમ ચુકવવા પેટે સંદિપકુમારે મિતલભાઈને રૂા. ૫ લાખનો ચેક લખી આપ્યો હતો. આ ચેક મિતલભાઈએ પોતાના બેન્ક ખાતામાં નાંખતા ચેક બાઉન્સ થયો હતો. આ બાબતે ચેક બાઉન્સ મામલે મિતલભાઈએ દાહોદની કોર્ટમાં સંદિપકુમાર વિરૂધ્ધ ફરિયાદ કરી હતી ત્યારે આ કેસનો ચુકાદો ગતરોજ આવ્યો હતો અને આ કેસમાં સંદિપકુમાર કનૈયાલાલ સોની આરોપી સાબીત થયાં હતાં જેમાં દાહોદના એડીશનલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફ્સ્ટ ક્લાસ ડી.ડી. શાહ સાહેબની કોર્ટમાં કેસ જતાં નામદાર કોર્ટએ મિતલભાઈના વકીલ જાવેદ મન્સુરી તથા અલ્તાફ હુસેન મન્સુરીનાઓની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સંદિપકુમાર કનૈયાલાલ સોનીને કસુરવાર ઠેરવી બે વર્ષની સજા તથા ચેકની રકમના બમણા રૂપીયા ચુકવવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.