દાહોદમાં બસ સ્ટેશન પાસે ચાલુ રિક્ષામાં ચાલકનુ એટેક આવતા મોત

દાહોદ,દાહોદ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષા ચાલક યુવાનને ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવતા તે રિક્ષામાં ઢળી પડ્યો હતો. જેને તરત હોસ્પિટલ લઈ જવાતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો.

શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં 20 થી 25 વર્ષની ઉંમરનો રિક્ષા ચાલક યુવાનને ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવતા રિક્ષામાં જ ઢળી પડ્યો હતો. જેને કારણે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. જેને તરત જ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનની ઓળખ કરતા તેનુ નામ જાકીર શેખ અને મેમુનગર સ્થિત રહેતો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેને પગલે તેના પરિવારજનોને બનાવની જાણ કરાાતા તેના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી.