દાહોદ, કોરોના સમયકાળ બાદ રેલ્વે તંત્ર દ્વારા દાહોદ ખાતે ઉભી રહેતી અમુક ટ્રેનોના સ્ટોપેજ બંધ કરી દેવામાં આવ્યા હતા જેના પગલે દાહોદવાસીઓને ઉપરોકત ટ્રેનોમાં મુસાફરી કરવા માટે દાહોદથી અને ટ્રેનો અથવા વિકલ્પ દ્વારા પહોંચવુ પડતુ હતુ. આ ટ્રેનો બંધ થવાથી રેલ્વે તંત્રને આર્થિક નુકસાન પહોંચ્યુ હતુ તો બીજી તરફ દાહોદ રેલ્વે સ્ટેશનને પણ મુસાફરોમાં ધટાડો જોવા મળ્યો હતો.
કોરોના કાળમાં બંધ કરાયેલી ટ્રેનોના સ્ટોપેજ મામલે સાંસદ જશવંતસિંહ દ્વારા રેલ્વે રાજયમંત્રી સાથે વિસ્તૃત બેઠક કરી દાહોદના રેલ્વે સંબંધિ બાબતો માટે લેખિતમાં રજુઆત કરી હતી. તેમજ ડી.આર.એમ.રતલામને દાહોદ રેલ્વે સ્ટેશનના સ્થાનિક મુદ્દાઓની રજુઆત કરતા તે પૈકી અજમેર-બાંદ્રા સ્ટોપેજને મંજુરી મળી હતી. આ ટ્રેન એક અઠવાડિયામાં ત્રણ દિવસ કાર્યરત છે. અને તે ત્રણેય દિવસનુ દાહોદ ખાતે ઉભી રહેશે ત્યારે સવારે 5.00 કલાકે દાહોદના સાંસદ જશવંતસિંહ તથા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, સીએમભાઈ રાજીવ રંજન, રેલ્વે તંત્રના ઉચ્ચ અધિકારીઓ, તેમજ ડી.આર.યુ.સી.સી. તેમજ ઝેડ.આર.યુ.સી.સી.ના સદસ્યોની ઉપસ્થિતિમાં બાંદ્રા-અજમેર ટ્રેન દાહોદ ખાતે આવતા ઉપરોકત મહાનુભાવોએ શ્રીફળ વધેરી એકબીજાઋાને મીઠાઈઓ ખવડાવી સ્ટોપેજને વધાવી લીધો હતો. બે મિનિટના રોકાણ બાદ સાંસદ તેમજ મહાનુભાવોએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ નગરમાં રહેતા રાષ્ટ્રિય, પ્રદેશ, જિલ્લા, શહેરના તથા નગરપાલિકાના ભાજપના તમામ કાર્યકર્તાઓ મોટી સંખયામાં ઉપસ્થિત રહ્યા હતા.