દાહોદમાં ભુમાફિયાઓ સામે બે અને બી ડીવીઝન પોલીસ મથકે બે અલગ-અલગ ફરિયાદમાં 3 ઈસમોની અટકાયત કરાઈ

  • જમીન કૌભાંડમાંં અન્ય નામી ચહેરાઓના નામ ખુલશે.

દાહોદ, દાહોદ શહેરમાં ભુમાફિયાઓ સક્રિય બનતાં દાહોદ બી ડિવીઝન તેમજ એ ડિવીઝન પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદો નોંધાંવવા પામી છે. જેમાં ત્રણ જેટલા ઈસમોની પોલીસે અટકાયત કરી અન્યની પુછપરછોનો ધમધણાટ આરંભ કર્યો છે. ત્યારે સમગ્ર મામલે આવનાર દિવસોમાં આ જમીન મહાકૌંભાંડમાં અનેક નામી ચહેરાઓના નામો ખુલવાની એંધાણો વર્તાઈ રહ્યાં છે. આવા સમયે દાહોદ શહેર સહિત જીલ્લાના ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

પ્રીમિયમને પાત્ર ખેતીની જમીનોને સરકારના કરોડો રૂપીયાના પ્રીમિયમના નાણાં ભરપાઈ કર્યા વગર બોગસ બીન ખેતીના હુકમના આધારે પ્લોટોના વેચાણ દસ્તાવેજો કરી આપવાના આચરવામાં આવેલા સ્ફોટક કૌભાંડમાં દાહોદ પોલીસ તંત્રની ટીમે બે જમીન માલિકો મુસ્લિમ સમાજના અગ્રણી ઝાકરીયા મહેમુદભાઈ ટેલર અને હારૂન રહીમ પટેલની ધરપકડ કરીને પુછપરછો કરતા આ બંને જમીન માલિકોએ બોગસ બિનખેતીના હુકમો દાહોદ ના વગદાર બિલ્ડર શૈલેષ શિરીસચંદ્ર પરીખે આપ્યા હોવાનું જાણાવતા દાહોદ પોલીસ તંત્રની તપાસ ટીમે કોઈપણ પ્રકારના રાજકીય ભલામણો અગર તો દબાણો આવે આ પૂર્વે ગુરૂવારની મોડી રાત્રે શહેરના વગદાર બિલ્ડર શૈલેષ પરીખને ગુપ્તરાહે દબોચી લઈને આરોપી બનાવી દેતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. જોકે, શૈલેષ પરીખની ધરપકડની ખબરો સાથે ભલભલા ભુ-માફીયાઓ ની ઊંઘ હરામ થઈ જવા પામી હોવાનો માહૌલ સર્જાયો છે. જોકે, દાહોદ શહેરમાં વૈભવી ઓફિસમાં બેસીને શૈલેષ પરીખ બિલ્ડર કરતા ખેતી જમીનોને બિન ખેતીમાં ફેરવી આપવા માટે એક એજન્ટ તરીકે કામ કરતો હતો. એમાં પ્રીમિયમને પાત્ર ખેતીની જમીનોમાં સરકારને પ્રીમિયમના નાણાં ચૂકવ્યા વગર બારોબાર બિનખેતીના હુકમો લાવી આપવા માટે જે તે ખેડૂતો સાથે ોને પણ ખુશ રાખવા પડે એ માટે લાખો રૂપિયાથી લઈને કરોડો રૂપિયાના સોદાઓ કરવાના આ કૌભાંડનો આખરે પર્દાફાશ થતા સમગ્ર પ્રકરણ હાઈપ્રોફાઈલ કેસમાં ફેરવાઈ ગયું છે.