દાહોદ શહેરના રળીયાતીથી એપીએમસી સર્કલ ગેટ પાસેના રસ્તા પર એક ટ્રકના ચાલકે એક મોટરસાઈકલ સવારને અડફેટમાં લેતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ મહિલા પર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળતાં મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
આજરોજ સવારના સમયે દાહોદ શહેરના રળીયાતીથી એપીએમસી સર્કલ ગેટ પાસે એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રકને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રહ્યો હતો તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ પર સવાર એક મહિલા સહિત બે જણાને ટ્રકના ચાલકે અડફેટમાં લેતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ મહિલાની ઉપર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળતાં મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે ઘટના સ્થળે પહોંચેલ પોલીસે મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. સમગ્ર મામલે સ્થાનીક પોલીસે ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.