
- દેવગઢબારિયા ગરબાડા તેમજ દાહોદમાં યોજાયેલી યુવા અધિકાર યાત્રા વિવિધ માર્ગો પર ફરી સ્વામી વિવેકાનંદ સર્કલ પર સમાપન.
દાહોદ, આમ આદમી પાર્ટી દ્વારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ગુજરાતમાં નીકાળવામાં આવેલી યુવા અધિકાર યાત્રા યુવરાજસિંહ જાડેજા અને ખકઅ ચેતર વસાવાની આગેવાનીમાં દાહોદ આવી પહોંચી હતી અને શહેરના રાજમાર્ગો પર ફરી આ યુવા અધિકાર યાત્રાની પુર્ણાહુતી સ્વામી વિવેકાનંદ સર્કલ ઉપર થઈ હતી. ત્યાં આદિવાસી નેતા ચેતર વસાવા તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જ્ઞાન સહાયક યોજના તેમજ શિક્ષકોના ઘટના મામલે મીડિયા સમક્ષ સરકારને ઘેરી હતી.
ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત કરાર આધારિત શિક્ષકો લેવાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રા દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા ખાતેથી પ્રવેશ કરી ગરબાડા આવી પહોંચી હતી અને ત્યાંથી દાહોદ શહેરમાં આવેલી યુવા અધિકાર યાત્રામાં ભાજપ તેમજ વડાપ્રધાન વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરેલી આ યાત્રા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે પહોંચી હતી. જ્યાં સરકારની જ્ઞાન સહાયક યોજના તેમજ આદિવાસીઓના અધિકારોને છીનવતા હોવાના આક્ષેપો મૂકી ડેડીયાપાડાના MLA ચેતર વસાવાએ સરકારને ઘેરી હતી તો સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર કે જેઓ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી છે. તેઓને પણ ચેતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાએ ઘેરી દાહોદ જિલ્લામાં 102 શાળાઓમાં એક જ શિક્ષક હોવાને લઈને આદિવાસીઓના બાળકોને ભણતરથી વંચિત રાખવાના ભાજપ સામે આરોપો મુક્યા હતા.