દાહોદમાં 60 ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ આપવામા આવશે

  • તાલીમમા ઉમેદવારોને 30 દિવસની ફ્રી રહેવા, જમવા અને સ્ટાઈપેન્ડ સાથેની તાલીમ તજજ્ઞ વકતા ફેકલ્ટી દ્વારા આપવામા આવશે.
  • અગ્નિવીર લેખિત પરીક્ષામા પાસ થયેલા ઉમેદવારોને તાલીમ માટે અગ્રતા આપવામાં આવશે.

દર વર્ષની જેમ વર્ષ 2024-25 માટેની ફ્રી નિવાસી તાલીમમા જોડાવવા માટે ઉમેદવારોએ તા. 31/08/2024 સુધીમાં જીલ્લા રોજગાર કચેરી,દાહોદને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.30 દિવસના લશ્કરી ભરતી નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માટે જરૂરી દસ્તાવેજો જેવાકે,

(1) ઉમેદવારનું નિયત નમુનામા અરજીફોર્મ, સંમતિ પત્રક અને બાંહેધરી પત્રક, (2) આધારકાર્ડની ઝેરોક્ષ, (3) બેંક પાસબુકની ઝેરોક્ષ, (4) જાતિનું પ્રમાણપત્ર, (5) ધોરણ-10ની માર્કશીટ, (6) અન્ય ઉચ્ચ અભ્યાસની માર્કશીટ, (7) શાળા છોડયાનું પ્રમાણપત્ર (લીવિંગ સર્ટિ), (8) ડોમિસાઈલ સર્ટિફિકેટ (જો હોય તો અન્યથા કઢાવીને જમા કરાવવું), (9) સ્પોર્ટ/NCC સર્ટિફિકેટ.(જો હોય તો) આ તાલીમાં ઉમેદવારોને 30 દિવસની ફ્રી રહેવા, જમવા અને સ્ટાઈપેન્ડ સાથેની તાલીમ તજજ્ઞ વકતા ફેકલ્ટી દ્વારા આપવામા આવશે.

ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માટે 8 પાસ,10 પાસ,આઈટીઆઈ,ડિપ્લોમા પાસ કે ઉચ્ચ અભ્યાસ પાસ થયેલા 17.5 થી 21 વર્ષની ઉંમર, 168 સેમીથી વધુ ઉંચાઈ (એસ. ટી. ઉમેદવાર માટે 162 સેમી થી વધુ )અને 50 કિ.ગ્રા વજન અને 77 સેમીથી વધુ છાતી ધરાવતા અપરિણીત પુરૂષ ઉમેદવારોએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને નિયત અરજી સાથે ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરેલા ઉમેદવારોમાંથી સ્ક્રુટીની કરીને તમામ કેટેગરીના 30 ઉમેદવારોને અને 30 અનુસુચિત જનજાતિ (એસ.ટી.) ઉમેદવારોને એમ દાહોદ જીલ્લાના કુલ 60 ઉમેદવારોને આગામી સમયમાં 30દિવસની 240 કલાકની તજજ્ઞ વકતા અને ટ્રેનર દ્વારા શારીરિક અને બૌદ્ધિક લેખિત પરીક્ષાની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવશે.

તેમજ ઉકત ફીઝીકલ અને લેખિત તાલીમ આપવા માંગતી અનુભવી સંસ્થા, શિક્ષકો તેમજ ફેકલ્ટી, કો-ઓર્ડીનેટર પણ આ ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માંગતા હોય તો તેઓની પાસેથી પણ અરજીઓ મંગાવવામાં આવે છે. વધુ માહિતી માટે જીલ્લા રોજગાર કચેરી, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી, દાહોદનો ડોકયુમેન્ટ સાથે સંપર્ક કરવા રોજગાર અધિકારી, દાહોદની યાદીમાં જણાવાયું છે.