દાહોદ, તારીખ 7 માર્ચને ગુરૂવારના રોજ 13 કલ્લાકે વાત કરીયેતો પ્રકૃતિ મિત્ર મંડળની રેસ્ક્યુ ટીમને દાહોદ તાલુકાના રામપુર ખાતેથી ટેલિફોનનીક જાણકારી આપવામાં આવી. જેમાં જણાવ્યું કે, રામપુરા ખાતે એક કપિરાજએ ગામના આતંક મચવ્યો છે અને આવતા જતા ઈસમો પર હુમલો કરી તેમને ઇજાઓ પહોંચાડે છે અને હાલ સુધી 6 થી 7 જેટલા લોકો કપીરાજના હુમલાથી ઘાયલ થયા છે. જેની જાણ થતાજ પ્રકૃતિ મિત્ર મંડળના શાહિદભાઈ શેખ, વસીમભાઈ, આકાશ પસાયા, વિમલભાઈ એ તમામ વન વિભાગના કમલેશભાઈ ડામોર રાઉન્ડ ફોરેસ્ટ મુવાલિયા, હેમુભાઈ સંગાડા, માધુભાઈ તળવીએ તમામ અધિકારીઓ સાથે મળી ભારે જેહમત બાદ દાહોદ તાલુકાના રામપુરા ખાતેથી સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી કપિરાજને દાહોદ પ્રકૃતિ મંડળ ખાતે લાવવામા આવ્યા હોવાનું જાણવાં મળેલ છે. જાણવા મળ્યા અનુસાર વેટનરી તબીબો દ્વારા કપિરાજની તપાસ કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ ચર્ચા વિચારણા કરીને આગળ શું કરવા એ કરવી તે નક્કી કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું છે.