દાહોદમાં 20,000 કરોડના ખર્ચે આકાર પામી રહેલા રેલવે પ્રોડક્શન યુનિટની પશ્ર્ચિમ રેલવેના મહાપ્રબંધકે નિરીક્ષણ હાથ ધર્યું

  • દાહોદમાં પશ્ર્ચિમ રેલવેના મહાપ્રબંધક, રેલવે બોર્ડના સદસ્ય, કારખાનું બનાવનાર સિમેન્સ કંપનીના અધિકારીઓ સાથે રાખી નિર્માણાધીન રેલવે પ્રોડક્શન યુનિટનું નિરીક્ષણ હાથ ધરાયું.

દાહોદ,દાહોદમાં 20,000 કરોડના ખર્ચે આકાર પામી રહેલું વડાપ્રધાન મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ રેલવે પ્રોડક્શન યુનિટના નિરીક્ષણ અર્થે આવેલા પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર રેલવે બોર્ડના સદસ્ય કામ કરનાર એજન્સીના અધિકારીઓ પદાધિકારીઓ રતલામ મંડળના ડી.આર.એમ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખી 9000 એચપી ના લોકો મોટીવ કારખાના સ્થળની મુલાકાત લીધી હતી અને તમામ જોડે વન ટુ વન બ્રિફિંગ કરી સમન્વય રાખી ઝડપથી આ રેલવે પ્રોડક્શન યુનિટનો કાર્ય પૂર્ણ કરવામાં આવે તે માટે બેઠક યોજાઈ હતી.

પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા ગઈકાલે રતલામ મંડળની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ઇન્દોર ખાતે રેલવે બોર્ડના અધ્યક્ષ તેમજ સીઈઓ અનિલ લોહાનીની અધ્યક્ષતામાં રતલામ મંડળના ડીઆરએમ તેમજ નિર્માણ વિભાગના અધિકારીઓ જોડે બેઠક યોજી હતી. જેમાં દાહોદ રેલ પરિયોજના માટે વિસ્તૃત ચર્ચાની સાથે આ રીલ પ્રોજેક્ટમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ દાહોદમાં 20,000 કરોડના ખર્ચે આકાર લેનાર રેલવે પ્રોડક્શન યુનિટના નિરીક્ષણ અર્થે આવ્યા હતા. તેમની સાથે રેલ્વે બોર્ડના સદસ્ય નવીન ગુલાટી, રતલામ તેમજ વડોદરા મંડળના ડીઆરએમ, જીડીએ, સિનિયર ડી.ઓ.એમ, સિનિયર ડી.સી.એમ, સિનિયર ડી.ઈ.ઈ, ડી.એમ.સી, ડિઇએન, ડી.એસ.ટી. એસ, સિનિયર ડીએસપીના અધિકારીઓ, તેમજ પ્રોડક્શન યુનિટનું કારખાનું બનાવનાર સિમેન્સ કંપનીના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી સ્થળ વિઝીટ કરી હતી અને કારખાનું બનાવનાર કંપનીના અધિકારીઓ તેમજ રેલવેના સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ વચ્ચે સમનવ્ય રાખી સત્વરે આ કારખાનાનું કામ પૂર્ણ કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ GM સહિતનો કાફલો, રેલવે કારખાના ખાતે પહોંચ્યું હતું અને કારખાનાનીં નિરીક્ષણ કરી પડતી મુશ્કેલીઓ અંગે તાગ મેળવ્યો હતો. ત્યાંથી પરત દાહોદ રેલવે સ્ટેશન ખાતે આવેલા પશ્ર્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક મિશ્રાએ પત્રકારોના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે,અમે આજે રેલવે પ્રોડક્શન યુનિટની સ્થળ મુલાકાતે આવ્યા હતા. આ પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા માટે નવીન કારખાનું બનાવનાર કંપનીના અધિકારીઓ તેમજ રેલવેના અધિકારીઓ વચ્ચે સમનવ્ય રાખી દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા.

જીએમના દાહોદ આગમનમાં સાંસદની સૂચક ગેરહાજરી: રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિના સદસ્યો પણ ફરક્યા નહીં.

પશ્ર્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક મિશ્રા આજે દાહોદની મુલાકાતે આવ્યા હતા. તેમજ તેમની સાથે રેલવે બોર્ડના સદસ્ય તથા રેલવે પ્રોડક્શન યુનિટના નિર્માણ કરનારી સિમેન્સ કંપનીના અધિકારીઓ તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ આ નિરીક્ષણમાં સાથે આવ્યા હતા. ત્યારે દાહોદ રેલવે સ્ટેશન પર અંતિમ ક્ષણોમાં ટ્રેનોના પ્લેટફોર્મ બદલવા, દિવ્યાંગ તેમજ અસક્ષમ મુસાફરો માટે લિફ્ટ તેમજ રેમ્પની સુવિધાઓ નો અભાવ, એન્ટ્રી ગેટથી ફૂટઓવર બ્રિજ ખાસ્સો દૂર હોવાથી શોર્ટકટ અપનાવતા મુસાફરો, ગરીબ અને મધ્યમ વર્ગીય તેમજ આસપાસના વિસ્તારો માટે લાઈફ લાઈન ગણાતી મેમુ ડેમો તેમજ વલસાડ ઇન્ટરસિટી જેવી ટ્રેનો બંધ, દાહોદ ઇન્દોર રેલ પરિયોજના સંબંધી, અત્રેથી પસાર થતી મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજની ફાળવણી સહિતના ઘણા ખરા સળગતાઓ મુદ્દાઓ તેમજ મુસાફરોને પડતી અસુવિધાઓને દૂર કરવા જેવી બાબતોને રજૂઆત કરવા માટે જ્યારે તમામ વિભાગના અધિકારીઓ તેમજ રેલવે બોર્ડ જનરલ મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ દાહોદ ખાતે આવતા હોવાથી ઉપરોક્ત તમામ રજૂઆતો માટે આજે અનુકૂળ સમય હોવા છતાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અથવા તેમનો કોઈ પ્રતિનિધિ ઉપસ્થિત ન રહેતા સાંસદની સૂચક ગેરહાજરીથી તરેહ તરેહની ચર્ચાઓ એ જન્મ લીધો છે. સાંસદની સાથે સાથે રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિના સદસ્યો પણ ફરકયા ન હોવાના કારણે દાહોદને રેલવે સંબંધી બાબતોની રજૂઆત માટે ચોક્કસથી એક સારી તક ગુમાવી છે. તો બીજી તરફ ગઈકાલે પણ રેલવે પ્રબંધકે ઇન્દોરેલ પ્રયોગના સહિત ડ્રીમ પ્રોજેક્ટ પર બેઠક યોજી હતી તેમાં પણ દાહોદમાંથી કોઈ પ્રતિનિધિ આ બેઠકમાં હાજર રહ્યો નહોતો. જાણવા મળ્યા અનુસાર ઉપરોક્ત બાબતોને લઈ સાંસદ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજી સુધી ઉપરોક્ત બાબતોમાં સાંસદ દ્વારા કરેલ રજૂઆતોનો કોઈ સારો પ્રતિસાદ રેલવે દ્વારા મળ્યો નથી માત્ર રજૂઆતો બાબતે આશ્ર્વાસન આપી દાહોદને એકલું મૂકી દીધું હોય અથવા દાહોદ માટે રેલ્વે અછુંતા જેવો વ્યવહાર કરી રહ્યો હોય તેમ હાલના તબક્કે લાગી રહ્યો છે. જોકે રેલવે સંબંધી બાબતોમાં સાંસદ દ્વારા કરેલ રજૂઆતોના પત્ર વ્યવહાર હજી સુધી મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવ્યા નથી. આ અગાઉ પણ ઈન્દોર રેલ પરિયોજના સહિત અન્ય બાબતોને લઈ મહાપ્રભાતક તેમજ મળિ દ્વારા સંભવિત રેલ રૂટ ના જીલ્લાના સાંસદો સાથે બેઠકો યોજી છે, પરંતુ તેમાં પણ દાહોદના સાંસદની સૂચક ગેરહાજરી ઘણું બધું કહી જાય છે. શું રેલવે સંબંધી બાબતોમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનું પનો ટૂંકો પડે છે અથવા તેમની રજૂઆતોને રેલવે તંત્ર ગંભીરતાથી લેતું નથી. સાંસદ દ્વારા ધારધાર રજૂઆત કરવામાં આવે અથવા રેલવે સંબંધી બાબતોમાં વડાપ્રધાન મોદી હસ્તક્ષેપ કરે તો જ દાહોદને જરૂરિયાત કરતા વધારે સુવિધાઓ પ્રાપ્ત થશે અને દાહોદની રેલવે સંબંધી બાબતોમાં પ્રાથમિકતા આપવામાં આવશે તેમાં કોઈ બેમત નથી.