દાહોદ, દાહોદમાં લોકસભા મતદાનની શરૂઆત થઇ ગઈ લોકસભા ચૂંટણીને લઈને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાયા તેમના વિસ્તારના ઉમેદવારને પોસ્ટલ બેલેટ થકી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ મત આપી લોકશાહીના પર્વમાં હિસ્સો લીધો
લોકસભા ચૂંટણીનો સંગ્રામ શરૂ થઇ ગયો છે. આજે ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત સરકારી અધિકારીઓ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું. જેમાં દાહોદ જીલ્લાની સરકારી કોલેજો ખાતે યોજાયેલા પોસ્ટલ બેલેટના મતદાનમાં દાહોદ જીલ્લાના પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલા તાલુકા મથકોના પ્રાંત અધિકારીઓ, મામલતદારો, અલગ અલગ ડિવિઝનોના dyspઓ અલગ અલગ પોલીસ મથકોના પીઆઈઓ પીએસઆઇઓ, જછઙ જવાનો, સરકારી કર્મચારીઓ, પોલીસ કોન્સ્ટેબલો સહિતના તમામ અધિકારીઓ, કર્મચારીઓએ આજથી શરૂ થયેલા પોસ્ટલ બેલેટ ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને મત આપી લોકશાહીના પર્વમાં હર્ષોઉલ્લાસ સાથે જોડાયા હતા. જેમાં દાહોદ જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ તેમજ પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આગામી સાત મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે ચૂંટણીની કામગીરીમાં સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓનો અમૂલ્ય મત બાકી ના રહી જાય તે માટે ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા ઉભી કરી હતી. જેના ભાગરૂપે આજે દાહોદ જીલ્લામાં પણ પોસ્ટલ બેલેટ થકી સરકારી કોલેજોમા પોસ્ટલ બેલેટ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરેક તાલુકા મથકે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં અલગ અલગ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ તેમજ દાહોદ જીલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે હવે વાત પોસ્ટલ બેલેટ થકી એક દિવસમાં થયેલા મતદાનના આંકડા પર નજર કરીએ તો દાહોદ જીલ્લામાં પોસ્ટલ બેલેટ થકી પડેલા મતોમાંઅલગ અલગ વિધાનસભા પ્રમાણે 123 સંતરામપુર વિધાનસભામાં કુલ -393 મત પડ્યા હતા. જયારે 129 ફતેપુરા- વિધાનસભા મથકમાં કુલ 48 મત પડ્યા હતા અને સૌથી વધુ મત 130 ઝાલોદ વિધાનસભા ખાતે પડ્યા હતા. જેમાં 437 મત ઝાલોદ વિધાનસભામાં પડ્યા હતા, તો 131 લીમખેડા વિધાનસભામાં કુલ – 225 મત પડ્યા હતા, જયારે 132 દાહોદ વિધાનસભા મત વિસ્તારમાં – 158 જેટલા મતો પડ્યા હતા. હવે વાત ગરબાડા વિધાનસભાની કરીએતો 133 ગરબાડા વિધાનસભામાં-90 મત પડ્યા હતા.
તો 134 દે. બારીયા વિધાનસભા મત વિસ્તારમાં પોસ્ટલ બેલેટ થકી – 57 મત પડ્યા હતા. લોકસભાની સાથે સાથે વિધાનસભાની ગુજરાતની 6 વિધાનસભા બેઠકોમાં પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. વિધાનસભા પેટા ચુંટણી માટે થયેલ મતદાનની વિગત આ પ્રમાણે છે.
123 સંતરામપુર – 00
129 ફતેપુરા- 01 મત
130 ઝાલોદ – 00
131 લીમખેડા – 06 મત
132 દાહોદ – 01 મત
133 ગરબાડા – 01 મત
134 દે. બારીયા – 00
ત્યારે જાણવા મળ્યા અનુસાર આજથી શરૂ થયેલી પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા 2 મે સુધી યોજાશે. જેમાં પોસ્ટલ બેલેટ મતદાનમાં લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના 7 વિધાનસભાના મતદાન મથકો પર પડેલા 1,408 પોસ્ટલ બેલેટના મતો નોંધાયા હતા. જયારે ગુજરાતમાં લોકસભાની સાથે યોજાઈ રહેલી વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે દાહોદ જીલ્લાની 7 વિધાનસભામાં પોસ્ટલ બેલેટના 09 મતો નોંધાયા હતા.