દાહોદ લોકસભા બેઠક ઉપર 59.31 ટકા મતદાન થયુંં

દાહોદ,દાહોદ જીલ્લામાં લોકસભાની ચુંટણીનું એકદંરે કુલ 59.31 ટકા મતદાન થયું છે. મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળતો હતો. વહેલી સવારનો આ ઉત્સાહ બપોર બાદ ધીમી ગતિ પકડી હતી. ત્યારે સાંજના 06 વાગ્યા બાદ મતદારોનો મહદઅંશે ઘસારો જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ મતદાન 131 લીમખેડા વિધાનસભામાં 65.05 ટકા નોંધાંયુ હતું જ્યારે સૌથી ઓછુ 129 ફતેપુરા વિધાનસભામાં 52.99 ટકા નોંધાંયું હતું.

દાહોદ જીલ્લાની કુલ 06 વિધાનસભા બેઠક જેમાં ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢ બારીઆ વિસ્તારોમાં ગતરોજ વહેલી સવારથી મતદારોની લાંબી લાઈનો મતદાન કરવા જોવા મળી હતી. વહેલી સવારે ઠંડા પોરમાં લાંબી લાઈનો જોવા મળી હતી તો બીજી તરફ બપોરના 12 વાગ્યા બાદ મતદારોનો ઘસારો નહીવત જોવા મળ્યો હતો, પરંતુ સાંજના 04 અને 05 વાગ્યાના સમયગાળા દરમ્યાન પુન: મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો. દાહોદ જીલ્લાનું કુલ મતદાન 59.31 ટકા નોંધાંયું હતું. જીલ્લામાં કુલ18,75,136 મતદારો પૈકી 10,95,911 મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. જેમાં 9,26,944 પુરૂષ મતદારો પૈકી 5,62,704 પુરૂષ મતદારોએ મતદાન કર્યુ હતું. જ્યારે 9,48,173 સ્ત્રી મતદારો પૈકી 5,33,204 સ્ત્રીઓએ મતદાન કર્યુ હતું. જ્યારે અન્યમાં 03 મતદારોએ મતદાન કર્યુ હતું. 129 ફતેપુરા વિધાનસભામાં 53.34 ટકા મતદાન નોંધાંયું હતું. તેવી જ રીતે 130 ઝાલોદ વિધાનસભામાં 54.06 ટકા, 131 લીમખેડા વિધાનસભામાં 65.05 ટકા, 132 દાહોદ વિધાનસભામાં 60.31 ટકા, 133 ગરબાડા વિધાનસભામાં 58.31 ટકા અને 134 દેવગઢ બારીઆ વિધાનસભામાં 64.52 ટકા મતદાન નોંધાંયું હતું.

2019ની લોકસભાની ચુંટણીમાં દાહોદ જીલ્લામાં કુલ 10,63,212 મતદારો હતા. જેમાં 5,43,050 પુરૂષ મતદારો 5,14,433 સ્ત્રી મતદારોનો સમાવેશ થયો હતો. જેમાંથી 4,66,791 પુરૂષોએ મતદાન કર્યુ હતું. જ્યારે 4,28,519 સ્ત્રી મતદારોએ મતદાન કર્યુ હતું. જેની સરખામણીમાં 2024ની લોકસભાની ચુંટણીની વાત કરીએ તો 2024ની લોકસભાની ચુંટણીમાં જીલ્લામાં કુલ18,75,136 મતદારો પૈકી 10,95,911 મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. જેમાં 9,26,944 પુરૂષ મતદારો પૈકી 5,62,704 પુરૂષ મતદારોએ મતદાન કર્યુ હતું. જ્યારે 9,48,173 સ્ત્રી મતદારો પૈકી 5,33,204 સ્ત્રીઓએ મતદાન કર્યુ હતું. જ્યારે અન્યમાં 03 મતદારોએ મતદા