દાહોદ, દાહોદ જીલ્લામાં લોકસભાની ચુંટણીને લઈ ઉમેદવારી દ્વારા પોતાની ઉમેદવારી ફોર્મની સાથે સાથે પોતાની મિલ્કતનું એફીડેવીટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર દ્વારા ચુંટણી અધિકારીને રજુ કરવામાં આવેલ પોતાની મિલક્તના એફીડેવીટમાં પોતાના નામે રૂા. 94,26,639 રોકડ રકમ, ઘરેણાં, બેન્કની થાપણો, વાહનો વિગેરે મળી દર્શાવવામાં આવી છે. જ્યારે તેઓની પત્નિના નામે રૂા. 24,05,582ની મિલ્કતનું એફીડેવીટ ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર દ્વારા ચુંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજુ કર્યાની સાથે સાથે પોતાની અને પોતાની પત્નિના નામની મિલ્કતનું એફીડેવીટ પણ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં જશવંતસિંહ ભાભોર પોતાની પાસે રોકડા રૂપીયા 75,000, બેન્કની થાપણો રૂા.2,88,000, વીમા કંપનીના રૂા. 12,67,981, કંપનીઓ, મ્યુચલફંડના રૂા. 5,94,784, યોજનાના રૂા. 12,67,981, વાહનોના રૂા. 1,00,000, ઘરેણાના રૂા. 23,55,000, લાયસન્સવાળા હથિયાર વિગેરે મળી કુલ રૂા. 94,26,639 એફીડેવીટમાં દર્શાવવામાં આવ્યાં છે. ત્યારે તેમની પત્નિ કંચનબેન ઉર્ફે કસ્તુરીબેન જશવંતસિંહ ભાભોરે પોતાની મિલક્તના એફીડેવીટમાં રૂા.40,000 રોકડા, બેન્ક થાપણોના રૂા.1,15,000, શેર વિગેરેના રૂા.6,710, વીમા પોલીસીના રૂા.7,67,930, ઘરેણાના રૂા.3,36,000, લાયસન્સવાળા હથિયાર વિગેરે મળી કુલ રૂા. 24,05,582ના મિલ્કતનું એફીડેવીટ ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.