દાહોદ એલસીબી પોલીસે પીપર ચોકડી ઉપરથી ચોરીની મોટરસાયકલ સાથે ઈસમને ઝડપી પોલીસ હેડક્વાટર ખાતે લવાયો

દાહોદ,દાહોદ એલસીબી પોલીસના માણસો તારીખ 22 મી એપ્રિલના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપર ચોકડી નજીક વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી રહ્યા હતા. તે દરમિયાન ધાનપુર બજાર બાજુથી એક ઈસમ હીરો કંપનીની નંબર વગરની પેશન મોટરસાયકલ લઈને આવતા તેને રોકતા તે સમયે મોટરસાયકલ ધીમી પાડી ઝડપથી ભાગવા જતા એલસીબી પોલીસે તેને ઝડપી પાડી અને પોલીસ પૂછપરછ દરમિયાન કોઈ હકીકત ન જણાવતા અને પોલીસે તેની પાસે રહેલી મોટરસાયકલની ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરતા જે મોટરસાયકલનો માલિક ઉપાધ્યાય દેવેન્દ્રભાઈ રામનાથ રહેવાસી સોધારા ફળ્યું નવીનગરી હાલોલ પંચમહાલનો હોવાનું જણાય આવ્યું હતું. જેથી એલસીબી પોલીસે ઈસમની ચોરીની મોટરસાઇકલ સાથે અટકાયત કરી અને ચોરીની મોટરસાયકલ સાથે પોકેટકોપ એપ્લિકેશન ની મદદથી વાહન ચેકિંગ દરમિયાન હાલોલ રૂલર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ હેડક્વોટર ખાતે તે આરોપીને લાવવામાં આવ્યો હતો.