દાહોદ એલસીબી પોલીસની કતવારા નજીક કાર્યવાહી,બુટલેગરોમાં ફફડાટ

  • ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર આઇસર ટેમ્પોમાં પશુ દાણની આડમાં સંતાડેલો 26.67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

દાહોદ, દાહોદ એલસીબી પોલીસે કતવારા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે દરમિયાન આઈસર ટેમ્પોમાં પશુ દાણની આડમાં કંટાળીને લઈ જતા 26 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા,10 લાખ કિંમતનો આઇસર ટેમ્પો, મોબાઈલ ફોન, પશુદાણ વિગેરે સહિતનો કુલ 34,96,940 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લીમખેડાના ચાલકની અટકાયત કરી આઇસર ટેમ્પોમાં ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોના ત્યાં ખાલી કરવાનું હતું. તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે મધ્ય પ્રદેશ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય બનેલા બુટલેગરો વિદેશી દારૂની હેરફેર માટે અવનવા કીમીયા અજમાવી ને ચકમો આપવાની ફિરાકમાં ઊભા છે.ત્યારે દાહોદ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ની સીધી નિગ્રાની હેઠળ બૂટલેગરોના મનસૂબા પર પાણી ફેરવવા સક્રિય બનેલી દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ ખંગેલા ઇન્ટરીગેટ ચેકપોસ્ટ ખાતેથી પશુ દાણની આડમાં વિદેશી દારૂની ખેપ આઇસર ટેમ્પો અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થવાની બાતમીના આધારે એલસીબી પોલીસ કતવારા નજીક નેશનલ હાઈવે પર ફિલ્ડિંગમાં ગોઠવાઈ હતી.અને થોડીક વારમાં બાતમીમાં દર્શાવેલ Gj.17.XX.2186 નંબરનો ટેમ્પો આવતા પોલીસે ટેમ્પોને રોકી ટ્રક ચાલક મહેશ ગમીર પટેલ નિશાળ ફળિયુંની અટકાયત કરી આઇસર ટેમ્પોની તલાશી લેતા ટ્રકમાં પશુ દાણની આડમાં સંતાડેલો વિદેશી દારૂની 565 પેટીઓ જેની કુલ કિંમત 26,67,440 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી વિદેશી દારૂ ભરેલા ટ્રક તેમજ મુદ્દામાલને કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.